
નવી દિલ્હી : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) પ્રખ્યાત પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફ્રિડમેનને ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં પીએમ મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચીન-ભારત સંબંધો અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતા વિશે પણ ઘણી વાતો કહી છે.
પાકિસ્તાનના મૂળમાં આતંકવાદ
ભારત-પાકિસ્તાન સંબંધો પર પીએમ મોદીએ કહ્યું, જ્યારે પણ ક્યાંય પણ આતંકવાદી હુમલા થાય છે. ત્યારે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે. આશા છે કે પાકિસ્તાન અક્કલ આવશે. ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે. ઓસામા બિન લાદેને પાકિસ્તાનમાં આશરો લીધો હતો. પાકિસ્તાનના મૂળમાં આતંકવાદ છે. તેમજ પાકિસ્તાને ભારત સાથે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા
આ પોડકાસ્ટમાં પીએમ મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે ટ્રમ્પ સાથેની તેમની મિત્રતા કેવી રીતે ગાઢ બની. પીએમ મોદીએ વર્ષ 2019ની અમેરિકા મુલાકાતને યાદ કરતા કહ્યું, જ્યારે હું હાઉડી મોદી કાર્યક્રમના મંચ પર બોલી રહ્યો હતો. ત્યારે ટ્રમ્પ મારી વાત સાંભળી રહ્યા હતા. ભાષણ પૂરું કર્યા પછી જ્યારે હું તેમની પાસે ગયો અને કહ્યું કે આપણે સાથે સ્ટેડિયમની આસપાસ ફરવું જોઈએ.
ત્યારે તેઓ તરત જ સંમત થયા અને મારી સાથે ચાલવા લાગ્યા. આ કરવું સરળ નહોતું કારણ કે યુએસ રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે ઘણા પ્રોટોકોલ છે. આ સમયે હું સમજી ગયો કે ટ્રમ્પમાં નિર્ણયો લેવાની ક્ષમતા છે. હું ઇન્ડિયા ફર્સ્ટ પર્સન છું તે અમેરિકા ફર્સ્ટ પર્સન છે.
ભારત અને ચીન બંને પ્રાચીન સંસ્કૃતિ
પીએમ મોદીએ કહ્યું, ભારત અને ચીન વચ્ચેના સંબંધો નવા નથી. બંને પ્રાચીન સંસ્કૃતિઓ છે. આધુનિક વિશ્વમાં પણ આપણી ભૂમિકા છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો, ભારત અને ચીન સદીઓથી એકબીજા પાસેથી શીખી રહ્યા છે. જૂના રેકોર્ડ કહે છે કે વિશ્વના જીડીપીના 50 ટકાથી વધુ ભાગ એકલા ભારત અને ચીનનો હતો.
ભારત અને ચીન એકબીજા પાસેથી શીખતા રહે છે
પીએમ મોદીએ કહ્યું, પહેલાની સદીઓમાં આપણી અને ચીન વચ્ચે સંઘર્ષનો કોઈ ઇતિહાસ નથી. આપણા બંને દેશો હંમેશા એકબીજા પાસેથી શીખતા રહ્યા. એક સમય હતો જ્યારે બુદ્ધનો ચીન પર ઘણો પ્રભાવ હતો. આ વિચાર અહીંથી ત્યાં સુધી ચાલ્યો. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં પણ આપણા સંબંધો આવા જ રહે. જ્યારે બે પડોશી દેશો હોય છે. ત્યારે કંઈક તફાવત તો હોવો જ જોઈએ. પરિવારમાં પણ દલીલો થતી હોય છે. અમે પ્રયાસ કરીએ છીએ કે આપણી વચ્ચે ચાલી રહેલી દલીલો વિવાદમાં ફેરવાઈ ન જાય.
આ પણ વાંચો…140 કરોડ ભારતીય છે મારી તાકાતઃ અમેરિકન પોડકાસ્ટર સાથે PM Modiએ કરી દિલ ખોલીની વાત
ધીમે ધીમે તે જૂનો વિશ્વાસ પાછો આવશે
પીએમ મોદીએ કહ્યું, ચીન સાથે આપણો સરહદ વિવાદ ચાલુ છે. વર્ષ 2020 માં સરહદ પર બનેલી ઘટનાઓએ આપણી વચ્ચેનું અંતર વધાર્યું. હું હમણાં જ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યો. ત્યારથી સરહદ પર પરિસ્થિતિમાં સુધારો થયો છે. હવે 2020 ની સરખામણીમાં સરહદ પર ઘણો સુધારો થયો છે. હવે ધીમે ધીમે તે જૂનો વિશ્વાસ પાછો આવશે અને તેમાં સમય લાગશે કારણ કે વચ્ચે 5 વર્ષનું અંતર હતું.