પીએમ મોદીની બિહાર યાત્રા પૂર્વે પોસ્ટર વોર છેડાયું, આરજેડીએ ઉઠાવ્યા આ સવાલ | મુંબઈ સમાચાર
નેશનલ

પીએમ મોદીની બિહાર યાત્રા પૂર્વે પોસ્ટર વોર છેડાયું, આરજેડીએ ઉઠાવ્યા આ સવાલ

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે . જેમાં હાલમાં જ પીએમ મોદીના એઆઈ વિડીયો મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી આજે ફરી એકવાર બિહારના પ્રવાસે છે. જોકે, તે પૂર્વે આરજેડીએ પોસ્ટર વોર શરુ કર્યું છે. આરજેડીએ પીએમ મોદી પર પ્રહાર કરીને એક પોસ્ટર લગાવ્યું છે. જેમાં ગુજરાત સાથે બિહારની તુલના કરીને અલગ અલગ સુત્રો લખવામાં આવ્યા છે.

બિહારમાં ફેક્ટરીની અછત

જેમાં બિહારના રાજધાની પટનામાં આરજેડી પાર્ટી કાર્યાલય બહાર એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, આવો કેવો અન્યાય છે, ફેક્ટરી ગુજરાતમાં અને વિકટરી બિહારમાં, આ નહી ચાલે. આ ઉપરાંત અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ‘ ડબલ એન્જિનની સરકાર છે છતાં બિહારમાં ફેક્ટરીની અછત છે. તેથી જ યુવાનો બેકાર છે. આરજેડી પ્રદેશ મહાસચિવ અરુણ કુમાર દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

પીએમ મોદી પર પ્રહાર

જયારે પોસ્ટરમાં એક તરફ પીએમ મોદી અને બીજી તરફ લાલુ પ્રસાદ યાદવની તસવીર છે. જેમાં પીએમ મોદીની તસવીર સામે લખવામાં આવ્યું છે કે, હું બિહારની ધરતી પર શપથ લઉં છું, બિહાર સાથે મારો જૂનો સંબંધ છે, ડબલ એન્જિન સરકાર બિહારમાં વિકાસ લાવશે. જયારે બીજી તરફ લાલુ પ્રસાદ યાદવનો તસવીર મૂકવામાં આવી છે અને તેમની સામે લખ્યું છે, આ કેવો અન્યાય છે, ગુજરાતમાં ફેક્ટરી અને બિહારમાં વિકટરી, આ નહીં ચાલે. જયારે આ જ પોસ્ટરમાં તેજસ્વી યાદવની તસ્વીર પણ મૂકવામાં આવી છે. તેની સામે લખ્યું છે, “મોદીજી બિહારીઓને છેતરવાનું બંધ કરો, આ કેવો રાષ્ટ્રવાદ છે જે દેશની સંપત્તિ વેચી રહ્યો છે”.

આરજેડીનો સવાલ રીગા સુગર મિલ કેમ હજુ બંધ ?

આરજેડી નેતાએ બિહાર અને ગુજરાત વચ્ચે તુલના કરી છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાતના પ્રતિ લાખ વ્યક્તિએ 11 કિલોમીટર રોડનું નિર્માણ કર્યું છે. જયારે બિહારમાં પ્રતિ લાખ વ્યક્તિ 5.2 લાખ કિલોમીટર રોડ છે. ગુજરાતમાં ફાફડા પર શૂન્ય જીએસટી છે. જયારે બિહારમાં મખના પર 5 ટકા જીએસટી કેમ વસુલાય છે. તેમજ તેમણે વાયદો કર્યો હતો કે જયારે બીજી વાર આવશે ત્યારે રીગા સુગર મિલની ખાંડની ચા પીશે. તો હજુ આ સુગર મિલ બંધ કેમ છે. આવા અનેક પ્રશ્નો પોસ્ટરમાં ઉઠાવવામાં આવ્યા છે.

આપણ વાંચો:  વકફ કાયદા પર સુપ્રીમનો ચુકાદો: કાયદો રદ કરવાનો ઇનકાર, પરંતુ આ જોગવાઈઓ પર રોક લગાવી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button