નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન પર રાખવામાં આવ્યો છે. જ્યાં રાજનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી સહિતનાં નેતાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચી આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો.મનમોહન સિંહને તેમના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ શ્રધ્ધાંજલી આપવા માટે પહોંચ્યા હતા.
PM મોદીએ શેર કર્યો વિડીયો મેસેજ
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિડીયો મેસેજ પર જારી કર્યો છે. તેમણે કહ્યું કે ડૉ. મનમોહન સિંહજીનું નિધન આપણા માટે મોટી ખોટ છે. હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
રાહુલ ગાંધીએ શ્રધ્ધાંજલી આપી
લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધીએ પણ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં નિવાસસ્થાન પર પહોંચી શ્રધ્ધાંજલી આપી છે. તે ઉપરાંત સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સાહિતનાં નેતાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
Also Read – “મનમોહન સિંહ ભારતના વર્તમાન સમયના વાસ્તવિક શિલ્પકાર”; રાજ ઠાકરેએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ!