નેશનલ

Narendra Modiના શપથ ગ્રહણ પૂર્વે દિલ્હીમાં કિલ્લેબંધી, સઘન સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હી : દેશમાં ત્રીજી વાર એનડીએની(NDA)સરકાર બનવા જઇ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi)સતત ત્રીજી વાર રવિવારે સાંજે વડાપ્રધાન તરીકેના શપથ લેશે. જેને લઇને દિલ્હીમાં(Delhi) તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે . તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 9 અને 10 જૂનના રોજ દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ NSG કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર તૈનાત કરવામાં આવ્યા છે.

ઓબેરોય જેવી હોટેલોને પહેલેથી જ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવી

રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. દિલ્હીની લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય જેવી હોટેલોને પહેલાથી જ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવી છે.

Read More: Kangna Ranautની ઝાટકણી બાદ ફિલ્મી સિતારાઓએ કરી આ માગણી

રાષ્ટ્રીય રાજધાની હાઈ-એલર્ટ પર ત્રિ-સ્તરીય સુરક્ષા

અધિકારીઓએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ માટે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કો-ઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ‘હાઈ એલર્ટ’ પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. શપથ ગ્રહણ માટે દિલ્હીમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Read More: Rahul Gandhi બની શકે છે સંસદમાં વિપક્ષના નેતા, કોંગ્રેસની બેઠકમાં આજે થશે નિર્ણય

આ દેશોના નેતાઓ સમારોહમાં હાજરી આપી શકે છે

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના પ્રમુખ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણમાં હાજરી આપશે.  પુષ્પ કમલ દહલ રવિવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો