નેશનલ

Narendra Modi Oath: પીએમ મોદી સાથે 72 મંત્રીઓ લીધા શપથ, આ છે કેબિનેટના મહત્વના મંત્રીઓ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi Oath)રવિવારે ગઠબંધન સરકારના 72 પ્રધાનો સાથે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ પ્રધાનો,પાંચ સ્વતંત્ર પ્રભાર અને 36 રાજ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે. આ વિભાગો પછીથી જાહેર કરવામાં આવશે. 73 વર્ષીય પીએમ મોદી(PM Modi)યુપીએના 10 વર્ષના શાસન બાદ 2014માં મોટી જીત બાદ વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ 2019માં બીજી વખત અને 2024માં ત્રીજી વખત પીએમ બન્યા છે. PM મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં NDA ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે. પીએમ મોદી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત ચૂંટાયેલા બીજા વડાપ્રધાન છે.

પીએમ મોદી બાદ રાજનાથ સિંહ અને અમિત શાહે શપથ લીધા

રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદી અને તેમના 72 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદી બાદ રાજનાથ સિંહ અને અમિત શાહે શપથ લીધા. નીતિન ગડકરી ચોથા નેતા હતા. તેમના પછી જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર અને મનોહર લાલ ખટ્ટરે પણ શપથ લીધા.

એચડી કુમારસ્વામી જેમણે મનોહરલાલ ખટ્ટર પછી શપથ લીધા

જનતા દળ (સેક્યુલર) ના એચડી કુમારસ્વામી જેમણે મનોહરલાલ ખટ્ટર પછી શપથ લીધા, શપથ ગ્રહણ કરનાર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) માં ભાજપના કોઈપણ સહયોગીમાંથી પ્રથમ નેતા હતા. થોડા જ સમયમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના સહયોગી જનતા દળ (યુનાઈટેડ)ના નેતા લાલન સિંહે પણ શપથ લીધા. સર્બાનંદ સોનોવાલ શપથ ગ્રહણ કરનારા પૂર્વોત્તરના પ્રથમ નેતા હતા અને કિરેન રિજિજુ બીજા નેતા હતા. ભારતને સતત બે ઓઇલ કટોકટી દૂર કરવામાં મદદ કરનારા હરદીપ સિંહ પણ શપથ લેનારા મંત્રીઓમાં સામેલ હતા.

ભાજપમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું મહત્વ પણ વધ્યું

ભાજપના અગ્રણી અનુસૂચિત જાતિના ચહેરા અને આઠ વખત સાંસદ વીરેન્દ્ર કુમારને નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ મધ્યપ્રદેશની ટીકમગઢ અનામત બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. કેન્દ્રીય કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના બીજા કાર્યકાળમાં પણ સ્થાન આપવામાં આવ્યું. ચાર વર્ષ પૂર્વે કોંગ્રેસ છોડ્યા પછી મોદી 3.0 મંત્રી મંડળમાં તેમના સમાવેશ સાથે ભાજપમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું મહત્વ પણ વધ્યું છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો