નેશનલ

PM Modiએ હવે સમર્થકોને કરી આ અપીલ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી એનડીએની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી ફરી સરકાર બનાવવામાં સફળ રહ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જમ્બો પ્રધાનમંડળના શપથગ્રહણ સાથે પોર્ટ ફોલિયોની વહેંચણી કરવામાં આવી ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સમર્થકોને નવી અપીલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ મોદી પરિવાર લખવાનો આભાર વ્યક્ત કર્યા પછી તેને હટાવી લેવાનો આગ્રહ કર્યો હતો.

લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી ત્રીજી વખત કેન્દ્રમાં એનડીએની સરકાર આવી છે. એની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સમર્થકોને અપીલ કરતા મોદી પરિવાર હટાવવાનો આગ્રહ કર્યો છે.



આ મુદ્દે પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા (એક્સ) પર લખ્યું હતું કે ચૂંટણીના અભિયાન દરમિયાન સમગ્ર ભારતના લોકોએ મારા માટે જે પ્રેમના પ્રતીક રુપે સોશિયલ મીડિયામાં મોદીનો પરિવાર લખ્યું. મને એનાથી ઘણી તાકાત મળી. ભારતના લોકોએ એનડીએ સતત ત્રીજી વખત બહુમત આપ્યા, જે એક રીતે રેકોર્ડ છે અને અમને દેશના વિકાસ માટે કામ કરવા માટે જનાદેશ આપ્યો છે. આ અપીલ પછી મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર પોતાની પ્રોફાઈલ અને હેડર ફોટો પણ બદલ્યો છે. નવી તસવીરમાં મોદીના શપથગ્રહણના દિવસનો ફોટોગ્રાફ અને તેમની સરકારના ત્રીજા કાર્યકાળના શપથગ્રહણનો સમાવેશ થાય છે.

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી નેતા લાલુ પ્રસાદ યાદવ દ્વારા નરેન્દ્ર મોદીનો કોઈ પરિવાર નહીં હોવાની ટિપ્પણી કરવામાં આવી હતી. એના પછી ભાજપના સભ્યો, નેતા, કાર્યકરો અને સમર્થકોએ પોત પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મોદી કા પરિવાર હોવાનું મેન્શન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તમામ સભામાં કહ્યું હતું કે ભારતના લોકો તેમનો પરિવાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button