ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીથી કાશ્મીરને જોડતી પાંચ આધુનિક ટ્રેન શરુ કરાશેઃ ટ્રેનમાં ‘આ’ વિશેષ સુવિધા હશે…

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) કાશ્મીરને (Kashmir) એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કાશ્મીરને દિલ્હીથી જોડવા માટે અમે નવી ટેક્નોલોજી અને નવી ડિઝાઈનથી સજ્જ 5 ટ્રેનને (New Train) લોન્ચ કરવામાં આવશે. વડા પ્રધાન મોદી જાન્યુઆરીમાં કાશ્મીરના લોકોને આ ભેટ આપવાના છે.

આ પણ વાંચો : બોલો, ભારતમાં છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Jimmy Carter ના નામનું ગામ…

આ પાંચેય ટ્રેન આધુનિક ટેકનલોજીથી તો સજ્જ છે પણ સાથો સાથ પ્રતિકૂળ હવામાનનો પણ સામનો કરી શકશે. ટ્રેનમાં ઓનબોર્ડ હીટિંગ સિસ્મટ હશે, જેથી વિન્ટરમાં આ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની અનુકૂળતા રહેશે, જે ટ્રેનની સૌથી મોટી વિશેષતા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર જાન્યુઆરીમાં ભારતીય રેલવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હી અને કાશ્મીરને જોડતી પાંચ નવી ટ્રેનો શરૂ કરવા જઈ રહી છે. ભારતીય રેલવેએ પહેલીવાર આ 5 ટ્રેનોને નવી ટેક્નોલોજી અને ડિઝાઇન સાથે બનાવી છે. RCFમાં બનેલી આ ટ્રેનો બરફથી ઢંકાયેલા વિસ્તારોમાંથી પસાર થશે અને મુસાફરોની સુવિધા માટે ઘણી વિશેષ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

ઓનબોર્ડ હીટિંગ સિસ્ટમથી સજ્જ ટ્રેન

આ તમામ ટ્રેન ઓનબોર્ડ હીટિંગ સિસ્ટમથી સજ્જ છે. હીટિંગ સિસ્ટમ માઇનસ ડિગ્રી તાપમાનમાં પણ કોચને ગરમ અને આરામદાયક બનાવશે. ઉપરાંત ઓનબોર્ડ હીટિંગ સિસ્ટમ શૂન્યથી નીચેના તાપમાનમાં બરફ પીગળવામાં મદદ કરશે. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આ ટ્રેનના પાંચેય રેકનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. હવે આધુનિક ટ્રેનો પરિવહન માટે તૈયાર છે.

તમામ ટ્રેનમાં 22 કોચ

શરૂ થનારી તમામ ટ્રેનોમાં 22 કોચ હશે. વડા પ્રધાન મોદી જાન્યુઆરી મહિનામાં જમ્મુ-કાશ્મીર વીડિયો કોન્ફરન્સથી આ પાંચ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનોને બરફ માટે ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે. આ ટ્રેનના કોચના પૈડા અને એન્જિનના આગળના કાચને બરફનાં જામવાની સમસ્યાથી દૂર રાખવા માટે ખાસ ડિઝાઇન પર તૈયાર કરવામાંઆવી છે.

આ પણ વાંચો : ‘હવાઈ મુસાફરી’ બની જીવલેણઃ સાત વર્ષમાં 1,400થી વધુ પ્રવાસીનાં મોત

માઈનસ 30 ડિગ્રીમાં મુસાફરોને ગરમીનો અનુભવ

માઈનસ 30 ડિગ્રીની ઠંડીમાં પણ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગરમીનો અનુભવ થશે. ટ્રેનની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્લેટફોર્મ છોડતા પહેલા કોચને બંને બાજુથી સેનિટાઈઝ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં આ 5 ટ્રેન દ્વારા રેલવે મુસાફરોને એક નવો અનુભવ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button