નેશનલ

76% એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી

નવી દિલ્હીઃ વિશ્વના નેતાઓમાં લોકપ્રિયતાના મામલામાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં પીએમ મોદી ફરી એકવાર સફળ થયા છે. PM મોદી 76 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનક પીએમ મોદીથી ઘણા પાછળ છે.

જી-20 સમિટની સફળતા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓની નવીનતમ લોકપ્રિયતાની સૂચિમાં ટોચ પર તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. તેમના પછી સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64 ટકા એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે અને મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે.


જૂનમાં જારી કરાયેલ છેલ્લી એપ્રુવલ રેટિંગ મુજબ, યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેનના લેટેસ્ટ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી અને તેમણે 40 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સાતમું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક 27 ટકા રેટિંગ સાથે 12મા સ્થાનેથી નીચે 15મા સ્થાને આવી ગયા છે.

જો કે, 76 ટકા સાથે વડા પ્રધાન મોદીના નવીનતમ લોકપ્રિયતાના રેટિંગમાં બે ટકાનો ઘટાડો થયો છે. અગાઉ ફેબ્રુઆરી, 2023માં થયેલા સર્વેમાં પીએમ મોદીનું લોકપ્રિયતાનું રેટિંગ 78 ટકા હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત