ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

PM Modi 15 ઓગસ્ટે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતીય એથલીટો સાથે મુલાકાત કરશે

નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકનું સમાપન થઇ ચૂક્યું છે. જેમાં ભારતને કુલ 6 પદક જીત્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ પેરિસ ઓલમ્પિક 2024માં ભાગ લેનારા તમામ એથલીટ સાથે મુલાકાત કરશે. 15 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગે આ એથલીટને પીએમ મોદી મળશે. તેમજ ભારતીય ઓલમ્પિક ટીમના દરેક સભ્યને 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લામાં આવવાનું આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલ અનુસાર પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા તમામ 117 એથલીટ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર હાજર રહેશે. આ ઉપરાંત પીએમ મોદી ભારત માટે મેડલ જીતનાર એથલીટો સાથે અલગથી મુલાકાત કરે તેવી શકયતા છે. જ્યારે પણ પેરિસ ઓલમ્પિકમાં ભારતીય એથલીટે મેડલ જીત્યો ત્યારે પીએમ મોદી તેમને ફોન કરીને શુભકામના પાઠવી છે. આ ઉપરાંત જે એથલીટ મેડલ જીતવાથી દૂર રહ્યા તેમનું પણ મનોબળ તેમણે વધાર્યું છે.

આ અગાઉ પીએમ મોદીએ ‘X’દ્વારા તમામ ભારતીય ખેલાડીઓને તેમની આગામી સફર માટે શુભેચ્છાઓ મોકલી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તમામ એથ્લેટ્સ પ્રતિ સન્માન વ્યક્ત કર્યું અને કહ્યું કે દરેક ભારતીયને તમામ એથ્લેટ્સ પર ખૂબ ગર્વ છે.

| Also Read: …તો રિસ્તા પક્કા:, મનુ ભાકર અને નીરજ ચોપરાની માતાની મુલાકાતનો વીડિયો વાઈરલ…

વિનેશ ફોગાટને સમર્થન જાહેર કર્યું છે

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ માટે છેલ્લા કેટલાક દિવસો મુશ્કેલીઓથી ભરેલા છે. તેનું વજન નિર્ધારિત ધોરણો કરતાં 100 ગ્રામ વધુ હોવાને કારણે ફાઇનલ મેચ રમવા પહેલાં જ ઓલિમ્પિકમાંથી બહાર થઇ હતી. જેની બાદ CASને અપીલ કરી છે. જે 13 ઓગસ્ટે વિનેશને સિલ્વર મેડલ આપવાના મુદ્દે પોતાનો નિર્ણય આપશે.

| Also Read: પેરીસ ઓલિમ્પિકમાં ભારતનું રેન્કિંગ છેલ્લા 24 વર્ષમાં સૌથી ખરાબ રહ્યું, જાણો અત્યાર સુધી મળેલા મેડલ્સ વિષે

આ વિષય પર પીએમ મોદીએ વિનેશ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે તે ચેમ્પિયન્સમાં ચેમ્પિયન છે. વિનેશનું મનોબળ વધારવા માટે તેમણે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓ ઘણીવાર હૃદયને તોડી નાખે છે, પરંતુ તેમની પાસે આ દુ:ખદ ઘટનાનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. પીએમ મોદીએ પણ વિનેશ ફોગટને ભાવિ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button