ગયાનામાં પીએમ મોદીએ વૉટર લીલીના પાનમાં માણ્યો પારંપરિક ભોજનનો સ્વાદ, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના 5 દિવસના પ્રવાસેથી પરત આવી ગયા છે. આ 5 દિવસની યાત્રાની શરૂઆત નાઇઝીરિયાથી કરી હતી અને ગયાનામાં પૂરી કરી હતી. ગયાનાથી પરત આવ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો: ગયાનાની સંસદમાં પીએમ મોદીએ કર્યુ વિશેષ સંબોધન, જાણો શું કહ્યું?
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં પીએમ મોદી વૉટર લીલીના પાનમાં પારંપરિક વ્યંજનનો સ્વાદ માણતા જોવા મળે છે. આ દરમિયાન તેમની સાથે ગયાનાના કેટલાંક ટોચના નેતા પણ સાથે જોવા મળે છે. પીએમ મોદીએ તસવીરો શેર કરીને લખ્યું, ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ તેમના આવાસ પર શાનદાર ભોજન પીરસ્યું હતું. વૉટર લીલીના પાન પર પીરસવામાં આવેલા આ ભોજનનું ગયાનામાં ખૂબ સાંસ્કૃતિક મહત્ત્વ છે. જે આપણા બંને દેશો વચ્ચે ઊંડા અને સ્થાયી સંબંધને દર્શાવે છે.
આ પણ વાંચો: પુતિનના ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને પીએમ મોદીને ગણાવ્યા ‘Super World Leader’…
આ પહેલા પીએમ મોદીએ ગયાનામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, ‘તમે એક ભારતીયને ભારતની બહાર લઈ જઈ શકો છો, પરંતુ તમે ભારતીયને ભારતની બહાર લઈ જઈ શકતા નથી. ભારતીય સમુદાયના સભ્યોએ પણ વડાપ્રધાનની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે સાથે મળીને ભાગીદારી, પ્રગતિ, સમૃદ્ધિ, પ્રેમ અને વિશ્વાસના આધારે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.