
માલે : પીએમ મોદીના માલદીવ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી માલદીવના રાષ્ટ્રીય દિવસ સમારોહ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુએ પીએમ મોદી અંગે જણાવ્યું હતું કે તે એક સારા વ્યકિત છે જે માલદીવ સાથે સબંધ બનાવવા ઉત્સુક છે. ભારત અને માલદીવ વચ્ચે સદીઓ જુના સબંધ છે. તેમજ પીએમ મોદીના નેતૃત્વમાં આગમી દિવસોમાં બંને સરકારો વચ્ચે સહયોગ વધુ દ્રઢ થશે. આ ઉપરાંત માલદીવ COP-33 માં ભારતનું સમર્થન કરશે.
ભારત અને માલદીવ વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર
આ ઉપરાંત શુક્રવારે ભારત અને માલદીવ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા. જે અંતર્ગત ભારત માલદીવને 4,850 કરોડ રૂપિયાની લોન આપશે અને ટૂંક સમયમાં મુક્ત વેપાર કરારને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુએ કહ્યું કે ભારત માલદીવને પર્યટનમાં મદદ કરતા મુખ્ય પ્રવાસી દેશોમાંનો એક છે
આ પણ વાંચો: પીએમ મોદીનું માલદીવમાં ભવ્ય સ્વાગત, આ કારણોથી માલદીવનો ભારત તરફ ઝુકાવ વધ્યો
ભારત આગામી દિવસોમાં માલદીવનો મહત્વપૂર્ણ ભાગીદાર દેશ
જયારે આ વર્ષે ભારત પ્રવાસ અને રાષ્ટ્રપતિ મુઇઝુએ જણાવ્યું હતું કે નજીકના સમયમાં ભારત ચોક્કસ આવીશ. ભારતે જે રીતે માલદીવને મદદ કરી છે તે રીતે ભારત આગામી દિવસોમાં માલદીવનો મહત્વપૂર્ણ ભાગીદાર દેશ હશે. તેમજ આ મહત્વપૂર્ણ પ્રસંગે પીએમ મોદીએ માલદીવ આવવાનું નિમંત્રણનો સ્વીકાર કર્યો તે બદલ હું તેમનો આભાર માનું છું.