નેશનલ

મલેશિયામાં પીએમ મોદીએ ભારતની ગ્રોથ સ્ટોરી વર્ણવી, કહ્યું ડિફેન્સ એક્સપોર્ટમાં 30 ટકાનો વધારો

કુઆલાલંપુર : પીએમ મોદી બે દિવસની મલેશિયાની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ કુઆલાલંપુરમાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધિત કર્યા હતા. જેમાં પીએમ મોદીએ ભારતે છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.

તેમને ભારતની વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા અંગે, ડિફેન્સ એક્સપોર્ટમાં 30 ટકાનો વધારો અને દેશને વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ ઉત્પાદન કેન્દ્ર બનવાનો ઉલ્લેખ કર્યો હતો.

આપણ વાચો: 7-8 ફેબ્રુઆરીએ પીએમ મોદી જશે મલેશિયા: દ્વિપક્ષીય સંબંધો પર થશે મોટી ચર્ચા…

બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ ફોન ઉત્પાદક

પીએમ મોદીએ કહ્યું, જ્યારે અમે વર્ષ 2015 માં મળ્યા હતા ત્યારે મેં તમારી સાથે ભારતની ક્ષમતા વિશે વાત કરી હતી. હવે હું તમને છેલ્લા દાયકામાં ભારતે મેળવેલી સિદ્ધિઓ જણાવું છું.

તે સમયે આપણે વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી અને આજે આપણે ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા નજીક છે. મેક ઇન ઇન્ડિયા એક નવો ખ્યાલ હતો. પરંતુ હવે આપણે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા મોબાઇલ ફોન ઉત્પાદક છીએ.

આપણ વાચો: તો સંસદમાં પીએમ મોદી પર હુમલો થયો હોતઃ સ્પીકરે કર્યો મોટો ખુલાસો

વિશ્વના લગભગ અડધા રીઅલ-ટાઇમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 30 ટકા વધ્યું છે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ પણ બન્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વની સૌથી મોટું ફિનટેક ઇકોસિસ્ટમ બનાવી છે. વિશ્વના લગભગ અડધા રીઅલ-ટાઇમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે જે UPI પ્લેટફોર્મને આભારી છે.

ભારતીય પ્રવાસી સમુદાય આ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 1.4 અરબ ભારતીયો 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માંગે છે. અમે વિકસિત દેશ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. ભારતીય પ્રવાસી સમુદાય આ યાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભલે તમારો જન્મ કુઆલાલંપુરમાં થયો હોય કે કોલકાતામાં, ભારત તમારા હૃદયમાં રહે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button