નેશનલ

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો પીએમ મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. કલ્કિ ધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ સવારે સંભલ પહોંચ્યા હતા. અહીં હેલિપેડ પર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ સીધા જ સ્થળ પર પહોંચ્યા હતા અને પૂજામાં ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ કલ્કિ ધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. પૂજા દરમિયાન પીએમ મોદીની એક તરફ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ બેઠા હતા અને બીજી બાજુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા.

ભૂમિપૂજન વિધિ પૂરી થયા બાદ પીએમ મોદી જ્યારે મંચ પર પહોંચ્યા ત્યારે શ્રી કલ્કિ ધામ મંદિર નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય પ્રમોદ ક્રિષ્નમ અને સ્વામી અવધેશાનંદ ગિરીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે સ્વાગત પ્રવચનમાં કહ્યું – હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શ્રી કલ્કિ ધામમાં સ્વાગત કરું છું… 18 વર્ષ પહેલાં જોયેલા ‘સનાતન ધર્મ’ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી હજારો સંતો અહીં એકઠા થયા છે.


આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે પણ અધર્મ અને પાપ ચરમસીમાએ પહોંચે છે ત્યારે ભગવાને અનીતિનો નાશ કરવા અને સદાચારની પુનઃસ્થાપના કરવા માટે અવતાર લીધો હતો. તેમણે કહ્યું કે ત્રેતામાં ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, દ્વાપરમાં ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. કળિયુગમાં ભગવાન કલ્કિ સંભલની ભૂમિ પર અવતરશે. તેમણે આ કાર્યક્રમમાં આવવા અને કલ્કિ ધામનો શિલાન્યાસ કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

આ મંદિર શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 11000 થી વધુ સંતો-મુનિઓ સંભલ પહોંચ્યા છે. મંદિરના શિલાન્યાસ સમારોહમાં ઘણા ધાર્મિક નેતાઓ અને અન્ય મહાનુભાવો પણ હાજર છે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ પાંચ એકરમાં તૈયાર થશે. તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં પાંચ વર્ષ લાગશે.

આ મંદિરનું નિર્માણ પણ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોથી કરવામાં આવશે. સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામ મંદિર પણ બંસી પહાડપુરના પથ્થરોથી બનેલું છે. મંદિરના શિખરની ઊંચાઈ 108 ફૂટ હશે. આમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. શ્રી કલ્કિ ધામ મંદિરમાં 10 ગર્ભગૃહ હશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત