લક્ષદ્વીપમાં Prime Minister Narendra Modiનો લાક્ષણિક અંદાજ…

Prime Minister Narendra Modi હંમેશા પોતાના બેબાક અને બિન્ધાસ્ત નેચર માટે જાણીતા છે અને તેઓ લોકોની વચ્ચે જઈને એમની સાથે વાતચીત કરવાનું, એમની સમસ્યાઓ સમજવાનું ખૂબ જ પસંદ કરે છે અને તે અંગેના વીડિયો કે વિચારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનું ચૂકતા નથી. લક્ષદ્વીપ ખાતે પીએમ નરેન્દ્ર મોદી લાક્ષણિક અંદાજમાં જોવા મળ્યા હતા અને આ પહેલાં તેમનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય… આવો જોઈએ શું કહ્યું પીએમ મોદીએ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં લક્ષદ્વીપની મુલાકાતે છે અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુલાકાતની કેટલીક અદ્ભૂત અને મૌલિક ક્ષણોના ફોટો પોસ્ટ કર્યા હતા. આ ફોટોની સાથે તેમણે લક્યું હતું કે લક્ષદ્વીપ એ માત્ર એક ટાપુઓનો સમૂહ નથી, પણ તે પરંપરાનો વારસો છે. મારી સફર શીખવાની અને આગળ વધવાની સમૃદ્ધ યાત્રા બની રહી છે.
And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024
આ સાથે જ પીએમ મોદીએ લક્ષદ્વીપના ઘણા બધા ફોટો શેર કર્યા છે અને લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યમાં પીએમ મોદી ઓતપ્રોત થઈ ગયા હતા. તેમણે અહીં દરિયા કિનારા પર મોર્નિંગ વોક અને શાંતિની ક્ષણોનો અહેસાસ પણ કર્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદી મિશન સાઉથ પર નીકળ્યા છે અને આ જ ક્રમમાં વડા પ્રધાન મોદી લક્ષદ્વીપ પહોંચ્યા છે.
પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે જે લોકો પોતાની અંદરના સાહસને બહાર લાવવા માગે છે તેમની બકેટ લિસ્ટમાં લક્ષદ્વીપ તો હોવું જ જોઈએ. મેં અહીં મારા રોકાણ દરમિયાન મેં સ્નોર્કલિંગ કર્યું હતું અને ખરેખર ખૂબ જ સારો અનુભવ હતો.
લક્ષદ્વીપમાં લોકોને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ વિકાસ યોજના લાવવાનો સરકારનો હેતુ સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવાનો છે. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે લક્ષદ્વીપમાં ઈન્ટરનેશનલ ટુરિઝમ માટે અપરંપાર તકો છે અને એનો લાભ ઉઠાવવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ઘણા બધા વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને તેમણે લક્ષદ્વીપમાં આશરે 1150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા છે.