નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)આજે ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલન (International Cooperative Convention )નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 25-30 નવેમ્બર દરમિયાન આયોજિત થવાનો છે. આ કાર્યક્રમમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોના 1,500 પ્રતિનિધિઓ ભાગ લેશે. ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સના 130 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતમાં વૈશ્વિક સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રોચડેલ પાયોનિયર એવોર્ડ -25 પણ આપવામાં આવશે
આ ઉપરાંત આ કાર્યક્રમમાં રોચડેલ પાયોનિયર એવોર્ડ-25 પણ આપવામાં આવશે. આ એવોર્ડ એવા વ્યક્તિઓ અથવા સહકારી સંસ્થાઓને એનાયત કરવામાં આવે છે. જેમણે સહકારી સંસ્થાઓના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકારી ચળવળને મજબૂત કરવા માટે મૂલ્યવાન યોગદાન આપ્યું હોય.
Also read: વકફ બિલ પાસ કરાવવા સરકાર કરી રહી છે તૈયારી? વડાપ્રધાને ભાષણમાં આપ્યા સંકેત….Also read:
ભૂટાનના પીએમ દાશો શેરિંગ પણ કાર્યક્રમમાં હાજરી આપશે
ભૂટાનના વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે અને ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકા પણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં સહકારી ચળવળના વિકાસ માટે મંત્રાલય દ્વારા ત્રણ વર્ષમાં લેવામાં આવેલી 54 પહેલોને જોવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વિશ્વને ભારતમાં સહકારી ક્ષેત્રના લીધેલા પગલાઓ અંગે જાણ કરી શકાશે.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ મુખ્ય અતિથિ તરીકે વૈશ્વિક સહકારી પરિષદના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમ ‘કાર્બન ન્યુટ્રલ’ હશે અને દેશભરમાં 10,000 પીપળના વૃક્ષો રોપવામાં આવશે.