પીએમ મોદીએ છત્તીસગઢમાં કરોડો રૂપિયાના પ્રોજેકટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

રાયપુર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે નવા રાયપુરમાં રૂપિયા 14,260 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં રોડ, ઉદ્યોગ, આરોગ્ય અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર તરીકે મેં છત્તીસગઢની રચના પહેલાનો યુગ જોયો છે. મેં છેલ્લા 25 વર્ષની સફર પણ જોઈ છે.આ ગૌરવપૂર્ણ ક્ષણનો ભાગ બનવું એ એક અદ્ભુત અનુભૂતિ છે.
છત્તીસગઢ વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે સ્વ. અટલ બિહારી વાજપેયીની સરકારે તમારા સપનાનું છત્તીસગઢ તમને સોંપ્યું હતું, અને એ પણ વચન આપ્યું હતું કે છત્તીસગઢ વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. આજે છત્તીસગઢ વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.
છત્તીસગઢને નવું વિધાનસભા ભવન મળ્યું
પીએમ મોદીએ કહ્યું કે છત્તીસગઢને નવું વિધાનસભા ભવન મળ્યું છે. છત્તીસગઢ વિધાનસભાનો ઇતિહાસ પોતાનામાં પ્રેરણાનો સ્ત્રોત છે. જ્યારે વર્ષ 2000માં આ સુંદર રાજ્યની સ્થાપના થઈ છે. ત્યારે પ્રથમ વિધાનસભા બેઠક રાયપુરની રાજકુમાર કોલેજના જસપુર હોલમાં યોજાઈ હતી. છે. આ ઉપરાંત આજે અહીં આવતા પૂર્વે મને આદિવાસી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાની તક મળી હતી.



