Top Newsનેશનલ

પીએમ મોદીએ સેવાતીર્થનું લોકાર્પણ કર્યું, કહ્યું આ ગુલામીથી મુકત સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ…

નવી દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સેવા તીર્થ સંકુલ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ તેની બાદ સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણે બધા ઇતિહાસ બનતા જોઈ રહ્યા છીએ. આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક નવી શરૂઆત છે. તેમજ આ ગુલામીથી મુકત સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશની આઝાદી બાદ સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં અનેક નીતિઓ બનાવવામાં આવી પરંતુ આ ઇમારતો બ્રિટિશ શાસનના પ્રતીક તરીકે બનાવવામાં આવી હતી. તેમનો હેતુ સદીઓથી ભારતને ગુલામીની ઝંઝીરોમાં જકડી રાખવાની છે.

1911માં અંગ્રેજોએ ભારતની રાજધાની દિલ્હી ખસેડી હતી

એક સમય હતો જ્યારે કોલકાતા દેશની રાજધાની હતી.તેમણે કહ્યું કે વર્ષ 1905 માં બંગાળના ભાગલા દરમિયાન કોલકાતા બ્રિટિશ વિરોધી ચળવળનું એક મજબૂત કેન્દ્ર બની ગયું હતું. તેથી વર્ષ 1911માં અંગ્રેજોએ ભારતની રાજધાની દિલ્હી ખસેડી હતી. તેની બાદ બ્રિટિશ સરકારની જરૂરિયાતો અને વિચારસરણીને ધ્યાનમાં રાખીને નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી ઇમારતો બનાવવામાં આવી. ગુલામ ભારતની ભૂમિ પર બ્રિટિશ મહારાજાના વિચારને અમલમાં મૂકવા માટે આ ઇમારતો એક માધ્યમ હતી.

સેવાતીર્થના નિર્ણયો દેશવાસીઓની અપેક્ષાને આગળ વધારશે

જેની બાદ રાયસીના હિલ્સ એટલે પસંદ કરવામાં આવી જ્યાં ઇમારતો અન્ય ઇમારતો કરતા ઊંચી રહે. સદનસીબે, સેવા તીર્થની ઇમારતો જમીન સાથે જોડાયેલી છે. તેમજ અહીં લેવામાં આવેલા નિર્ણયો દેશવાસીઓની અપેક્ષાને આગળ વધારશે. આ પવિત્ર ભાવના સાથે આજે હું ભારતના લોકોને સેવા તીર્થ અને કર્તવ્ય ભવન સમર્પિત કરી રહ્યો છું.

આ પણ વાંચો…PMOનું સરનામું બદલાયું! વડાપ્રધાન મોદીએ ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન કર્યું

જૂની ઇમારતોને તોડવાને બદલે મ્યુઝીયમ બનાવવામાં આવશે

પીએમ મોદીએ કહ્યું કે જૂની ઇમારતોને તોડવાને બદલે મ્યુઝીયમ બનાવવામાં આવશે જેથી નવી પેઢીઓ ઇતિહાસને સમજી શકે. સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ, ઘણા કેન્દ્ર સરકારના મંત્રાલયો દિલ્હીમાં લગભગ 50 અલગ અલગ સ્થળોએથી કાર્યરત છે અને ફક્ત ભાડાનો ખર્ચ વાર્ષિક આશરે રૂપિયા 1,500 કરોડ થાય છે. બધા મંત્રાલયોને એકસાથે લાવવાથી ખર્ચ ઘટશે સમય બચશે અને સ્ટાફની કાર્યક્ષમતા વધશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button