નવી દિલ્હી: આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે મુખ્ય કાર્યક્રમ દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાઈ રહ્યો છે. વડા પ્રધાન મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે. આ વખતે ગણતંત્ર દિવસનો કાર્યક્રમ ઘણી રીતે ખાસ રહેશે. પ્રથમ વખત પરેડની શરૂઆત લશ્કરી બેન્ડના બદલે શંખ નગારાના અવાજ સાથે થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા જ્યાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે અને અત્યંત ઠંડી છે, છતાં લોકોનો ઉત્સાહ ઓછો નથી. લોકો વહેલી સવારે આવીને કર્તવ્ય પથ પર પહોંચી ગયા છે અને અહીં મોટી સંખ્યામાં લોકો હાજર છે. વડાપ્રધાન થોડીવારમાં આ કાર્યક્રમમાં પહોંચશે.
પરેડની મુખ્ય વિશેષતા ‘રાષ્ટ્ર નિર્માણ: પહેલા, હવે, આગળ અને હંમેશા’ થીમ પર દિગ્ગજ કલાકારોની ઝાંખી હશે.