એનડીએની બેઠકમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ મોદીનું સન્માન કરાયું | મુંબઈ સમાચાર

એનડીએની બેઠકમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ મોદીનું સન્માન કરાયું

નવી દિલ્હી :  એનડીએની સંસદીય દળની બેઠકમાં આજે ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે. એનડીએના સાંસદોની બેઠકમાં ઓપરેશન સિંદૂર મુદ્દે પ્રસ્તાવ પણ મંજુર કરવામાં આવ્યો હતો. ભાજપ
અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમનું સન્માન કર્યું હતું. આ દરમિયાન સમગ્ર હોલ ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા.

આ બેઠકને પીએમ મોદી સંબોધિત કરશે

સંસદના ઓડીટોરીયમ હોલમાં આયોજિત આ બેઠકને પીએમ મોદી સંબોધિત કરશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે.
જયારે સંસદમાં બિહારમાં વોટર લિસ્ટ મુદ્દે હંગામો થઈ રહ્યો છે. સંસદના બંને ગૃહમાં આ મુદ્દે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. એનડીએની આ બેઠક લાંબા સમય બાદ યોજાઈ રહી છે. જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ પણ સામેલ છે. તેમજ સંસદના બંને ગૃહમાં  ઓપરેશન સિંદૂર મુદ્દે આક્રમક ચર્ચા બાદ આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે.

ઓપરેશન સિંદૂર મુદ્દે સરકારે વિપક્ષની માંગને સ્વીકારી હતી

ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર મુદ્દે સરકારે વિપક્ષની માંગને સ્વીકારી હતી. તેમજ સરકારે લોકસભા અને રાજયસભામાં  તેની ચર્ચા કરી હતી. જેમાં પીએમ મોદીએ ખુદ વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં સરકારે ઓપરેશન સિંદૂરને કેમ અટકાવ્યું,  ભારતના કેટલા ફાઈટર જેટ આ ઓપરેશનના પડ્યા જેવા સવાલોને સરકારે યોગ્ય રીતે
જવાબ આપ્યો હતો.

આપણ વાંચો:  શું જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે? અનેક અટકળો બાદ ઓમર અબ્દુલ્લાએ આપી સ્પષ્ટતા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button