
ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની (Global Investors Summit Bhopal) આજથી શરૂઆત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીંની ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવી ક્રાંતિ લીડિંગ રાજ્યમાંથી એક બની ચૂક્યું છે. જાન્યુઆરી, 2025 સુધીમાં મધ્ય પ્રદેશમાં લગભગ બે લાખ ઈલેક્ટ્રિક વાહનનું રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે, જે 90 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
અહીંના કાર્યક્રમમાં પીએમ મોદી નિર્ધારિત સમય કરતાં આશરે 30 મિનિટ મોડા પહોંચ્યા હતા. કાર્યક્રમના સ્થળે પહોંચ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે આજથી 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. મારો રાજભવનથી નીકળવાનો અને બાળકોને પરીક્ષા માટે નીકળવાનો સમય એક જ હતો. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે હું રાજભવનથી 15 થી 20 મિનિટ મોડો નીકળ્યો હતો.
પીએમ મોદીના સંબોધનના અંશો
પીએમ મોદીએ કહ્યું, આજે સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષા છે. છેલ્લા થોડા સમયથી જે કોમેન્ટ આવી છે તે ભારતના દરેક રોકાણકારોની ઉત્સાહ વધારનારી છે. વર્લ્ડ બેંકે કહ્યું છે કે, ભારત આગામી વર્ષોમાં વિશ્વનું ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે.
તેમણે કહ્યું, દેશમાં એક દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ વિકાસ થયો છે. જેનો સીધો લાભ મધ્યપ્રદેશને મળી રહ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો એક હિસ્સો એમપીમાંથી પસાર થાય છે. તેનાથી રાજ્યમાં લોજિસ્ટિક્સ સેક્ટરનો ગ્રોથ થશે.
આ પણ વાંચો…‘જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો….’ આ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે
પીએમ મોદીએ કહ્યું, મધ્યપ્રદેશ વસ્તીની હિસાબે ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે. કૃષિ ક્ષેત્રમાં તે દેશના ટોચના રાજ્યમાં સામેલ છે અને ખનિજ સંસાધન મામલે પણ ટોપ 5 રાજ્યમાં આવે છે. મા નર્મદાના આશીર્વાદથી સમૃદ્ધ આ રાજ્ય વિકાસની નવી ઊંચાઈને આંબી શકે છે.