ભાજપની સંસદીય દળની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ને…

દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સત્તા જેમના દમ પર ચાલી રહી છે અને તાજેતરમાં યોજાયેલા પાંચ રાજ્યની ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં જેમના પ્રભાવથી જ્વલંત વિજય મળ્યો છે તે દેશના વડા પ્રધાન અને ભાજપના સૌથી સશક્ત નેતા નરેન્દ્ર મોદીનું જ્યારે પક્ષના સંસદીય દળની બેઠકમાં આગમન થયું ત્યારે તાળીઓનો ગડગડાટ બંધ થવાનું નામ લેતો ન હતો. મોદી મોદીના નારા અને તાળીઓનો ગડગડાટ આખા વાતાવરણમાં ગૂંજી ઉઠ્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, પક્ષના અધ્યક્ષ જે પી નડ્ડા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી.
આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની ભવ્ય જીત બદલ પાર્ટીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે પહોંચ્યા તો સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન સાંસદોએ ‘મોદીજી સ્વાગત છે’ના નારા પણ લગાવ્યા હતા.
ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે પહોંચ્યા તો સાંસદોએ તાળીઓના ગડગડાટ બેઠક દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તાળીઓના ગડગડાટ વચ્ચે વડા પ્રધાનને હાર પહેરાવીને આવકાર્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને ઘણા કેન્દ્રીય પ્રધાનો અને પાર્ટીના સાંસદો હાજર હતા.
ભાજપ સંસદીય દળની બેઠકમાં પાર્ટીના તમામ લોકસભા સભ્યો અને રાજ્યસભાના સભ્યો હાજરી આપે છે. બેઠકોમાં પીએમ મોદી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ સંસદીય એજન્ડા અને પાર્ટીના સંગઠનાત્મક અને રાજકીય અભિયાનો સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર તેમના મંતવ્યો રજૂ કરે છે.