પીએમ મોદીએ સાંસદોને આપ્યો સફળતાનો મંત્ર, લોકો સાથે સંપર્ક વધારવા સૂચન...
Top Newsનેશનલ

પીએમ મોદીએ સાંસદોને આપ્યો સફળતાનો મંત્ર, લોકો સાથે સંપર્ક વધારવા સૂચન…

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંસદોને એક વર્કશોપ દરમિયાન સફળતાનો મંત્ર આપ્યો હતો. તેમણે સાંસદોને મત વિસ્તારમાં જનસંપર્ક મજબૂત કરવા અને જીવનના નૈતિકતા ધોરણો જાળવવા સલાહ આપી હતી.

વડા પ્રધાન મોદીએ વર્કશોપમાં ભાજપના સાંસદો સાથે આખો દિવસ વિતાવ્યો અને તેમને સંસદીય અસરકારકતાને મજબૂત કરવા પર ભાર મુકયો હતો.

આ વર્કશોપનું નેતુત્વ અનુભવી અને યુવા સાંસદોએ સાથે મળીને કર્યું હતું. તેમજ પીએમ મોદી પર આ વર્કશોપમાં એક સાંસદ તરીકે છેલ્લી રોમાં બેસેલા જોવા મળ્યા હતા.

વર્કશોપનો મુખ્ય મુદ્દો ઓન લાઈન ગેમિંગ પરનો કાયદો હતો
આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય મુદ્દો ઓન લાઈન ગેમિંગ પરનો કાયદો હતો. જેને પીએમ મોદીએ એક ગંભીર સામાજિક મુદ્દા તરીકે બધાની સામે મુક્યો હતો. તેમણે સાંસદોએ આ કાયદા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.

તેમણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ
સાંસદોને અપીલ કરી હતી કે સમાજને નશાના દુષ્પરિણામો અને નવા કાયદાના ઉદ્દેશ અંગે લોકોને જાગૃત કરે.

સંસદીય સ્થાયી સમિતિઓની ચર્ચા ગ્રુપમાં કરવામાં આવી
આ વર્કશોપના બીજા સત્રમાં સંસદીય સ્થાયી સમિતિઓની ચર્ચા ગ્રુપમાં કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ક્યારેય સ્થાયી સમિતિમાં સેવા આપી નથી પરંતુ સીધા જ વડા પ્રધાન બન્યા છે.

તેમણે નીતિ નિર્માણ અને સરકાર પર દેખરેખ રાખવામાં સ્થાયી સમિતિઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે સાંસદોને સમિતિના અહેવાલોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા અને સમિતિના કાર્યને ગંભીરતાથી લેવા અપીલ કરી હતી.

કોર્પોરેટ લોબિંગ અને પ્રભાવ સામે સ્પષ્ટ ચેતવણી
પીએમ મોદીએ કહ્યું કે, નવું સંશોધન અને નવા વિચારો લોકશાહીને મજબૂત બનાવે છે. તેમણે કોર્પોરેટ લોબિંગ અને પ્રભાવ સામે સ્પષ્ટ ચેતવણી આપી હતી.

સાંસદોને સલાહ આપી કે સંસદમાં એવા પ્રશ્નો પૂછો જે પરોક્ષ રીતે કોર્પોરેટ હિતોને પ્રોત્સાહન આપે. તેમણે સંસદીય ચર્ચાઓમાં લોકોના કલ્યાણની વાતોને કેન્દ્રમાં રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

આ પણ વાંચો…‘વડાપ્રધાન મોદી દેશના દુશ્મન છે’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ પર કર્યાં મોટા આક્ષેપો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button