નેશનલ

વડા પ્રધાન મોદીએ G-20 સમિટના સમાપનની જાહેરાત કરી, બ્રાઝિલને અધ્યક્ષતા સોંપી

ભારત દ્વારા નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટ પૂર્ણ થઈ ગઈ છે. સમાપન ભાષણ આપ્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિસોઝાને G20 ની અધ્યક્ષતા સોંપી હતી. હવે બ્રાઝિલ આગામી વર્ષે G20 સમિટ (હવે નામ બદલીને G21) ની યજમાની કરશે. સમિટના સમાપનની જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તેમને G20 નું પ્રમુખપદ સોંપું છું. G20 સમિટના સમાપન પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ઝડપથી બદલાતી દુનિયામાં આપણને પરિવર્તનની જેમ સ્થિરતાની પણ જરૂર છે. ચાલો આપણે પ્રતિજ્ઞા કરીએ કે અમે ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ, SDGs પર એક્શન પ્લાન, ભ્રષ્ટાચાર વિરોધી ઉચ્ચ સ્તરીય સિદ્ધાંતો, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને MDB રિફોર્મ્સના આપણા ઠરાવોને સિદ્ધ કરવા તરફ લઇ જઈશું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવેમ્બર સુધી જી-20નું પ્રમુખપદ ભારત પાસે છે. વીતેલા બે દિવસોમાં આપણે ઘણી બધી બાબતો અને પ્રસ્તાવો રજુ કર્યા. જે સૂચનો આવ્યા અને તેમની પ્રગતિને કેવી રીતે વેગ આપી શકાય તે જોવાની જવાબદારી આપણી છે. પીએમ મોદીએ કહ્યું કે હું દરખાસ્ત કરું છું કે આપણે નવેમ્બરના અંતમાં G20નું બીજું વર્ચ્યુઅલ સત્ર યોજીએ. આમાં આપણે આ સમિટ દરમિયાન નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ. અમારી ટીમ આ તમામ વિગતો તમારી સાથે શેર કરશે. હું આશા રાખું છું કે તમે બધા આ સાથે જોડશો.


વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કુદરતનો નિયમ છે કે જે વ્યક્તિ અને સંસ્થા સમયની સાથે પોતાની જાતને બદલી શકતી નથી, તે તેની પ્રાસંગિકતા ગુમાવે છે. આપણે ખુલ્લા મનથી વિચારવું પડશે કે શું કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા પ્રાદેશિક મંચો અસ્તિત્વમાં આવ્યા છે અને તે અસરકારક પણ સાબિત થઈ રહ્યા છે.


આજે, દરેક વૈશ્વિક સંસ્થાએ તેની સુસંગતતા વધારવા માટે સુધારા કરવાની જરૂર છે. આ વિચારને ધ્યાનમાં રાખીને અમે ગઈકાલે આફ્રિકન યુનિયનને G20 ના કાયમી સભ્ય બનાવવા માટે ઐતિહાસિક પહેલ કરી. એ જ રીતે, આપણે Multilateral Development Banks ના મેન્ડેટનો પણ વિસ્તારવો પડશે. આ દિશામાં આપને તાત્કાલિક નિર્ણયો લેવા જોઈએ અને તે અસરકારક પણ હોવા જોઈએ.

સમાપન ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વને સારા ભવિષ્ય તરફ લઈ જવા માટે જરૂરી છે કે વૈશ્વિક વ્યવસ્થા વર્તમાનની વાસ્તવિકતાઓ અનુસાર હોય. આજે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC) પણ તેનું ઉદાહરણ છે. યુએનની સ્થાપના થઈ ત્યારે તે સમયની દુનિયા આજ કરતાં સાવ અલગ હતી. તે સમયે યુએનમાં 51 સ્થાપક સભ્યો હતા. આજે યુએનમાં સમાવિષ્ટ દેશોની સંખ્યા 200 આસપાસ છે.


આમ હોવા છતાં, UNSCમાં કાયમી સભ્યોની સંખ્યા હજુ પણ એટલી જ છે. ત્યારથી લઈને આજ સુધી દુનિયા દરેક બાબતમાં ઘણી બદલાઈ ગઈ છે. વાહનવ્યવહાર હોય, સંદેશાવ્યવહાર હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે.

સૂત્રો પાસેથી માહિતી મળી છે કે જી-20 સમિટના ત્રીજા સત્ર દરમિયાન પીએમ મોદીએ ખાલિસ્તાની આતંકવાદીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…