
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની મુલાકાતે રવાના થયા છે. આ પાંચ દિવસની મુલાકાતમાં પીએમ મોદી પહેલા સાયપ્રસ જશે. ત્યારબાદ તેઓ કેનેડામાં G-7 સમિટમાં ભાગ લેશે. તેમજ તેઓ ક્રોએશિયાની પણ મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 15 અને 16 જૂને સાયપ્રસમાં રહેશે. બે દાયકા પછી આ પહેલી વાર હશે જ્યારે કોઈ ભારતીય પીએમ સાયપ્રસની મુલાકાત લેશે. પીએમ મોદી સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસના આમંત્રણ પર સાયપ્રસ જઈ રહ્યા છે.
કેનેડિયન પીએમને મળશે
સાયપ્રસ બાદ પીએમ મોદી 16-17 જૂને કેનેડામાં રહેશે. જ્યાં તેઓ G-7 સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી કેનેડાના પીએમ તેમજ G-7 દેશોના અન્ય મોટા નેતાઓને મળશે. આ સતત છઠ્ઠી વખત હશે. જ્યારે પીએમ મોદી G-7 સમિટમાં ભાગ લેશે.
પીએમ મોદી 18 જૂને ક્રોએશિયા જશે
પીએમ મોદી કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર G-7 સમિટમાં હાજરી આપી રહ્યા છે. તેની યાદ પીએમ મોદી આખરે 18 જૂને ક્રોએશિયા જશે. ખાસ વાત એ છે કે પીએમ મોદી ક્રોએશિયાની સત્તાવાર મુલાકાતે જનારા પહેલા ભારતીય વડા પ્રધાન છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી ક્રોએશિયાના વડાપ્રધાન પ્લેનકોવિક સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને પીએમ મોદી રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને પણ મળશે.