નેશનલ

જો પીએમ મોદી ભણેલા હોત તો તેમણે આવી વાતો ના કરી હોત, મલ્લિકાર્જુન ખડગેએ આવું કેમ કહ્યું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટેની જાહેરસભાઓ અને કેટલાક મીડિયા ઈન્ટરવ્યું દરમિયાન વડા પ્રધાન મોદી(PM Modi)એ ઘણા વિવાસસ્પદ નિવેદનો કર્યા છે, જેના માટે વિપક્ષ તેમની સતત ટીકા કરી રહ્યું છે. તાજેતરમાં વડા પ્રધાન મોદીએ મહાત્મા ગાંધી(Mahatma Gandhi) અંગે આપેલા નિવેદન મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge)એ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, જો તેમણે (પીએમ નરેન્દ્ર મોદીએ) કઈક વાંચ્યું હોત અથવા ભણ્યા હોત તો તેમણે મહાત્મા ગાંધી વિશે આવી વાતો ન કહી હોત.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 80 થી 90 દેશોમાં તેમની મૂર્તિઓ છે. જો તેઓ મહાત્મા ગાંધીએ કરેલા કામ વિશે જાણતા નથી, તો તેઓ બંધારણ વિશે પણ નહીં જાણતા હોય.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “જ્યારે પણ તમને નવરાશનો સમય મળે ત્યારે ગાંધીજીનું પુસ્તક ‘મારા સત્યના પ્રયોગો’ વાંચજો. ગાંધીજીએ ક્યારેય નફરતનું રાજકારણ નથી કર્યું. મોદીજીનું રાજકારણ નફરતથી ભરેલું છે. આ ચૂંટણી લાંબા સમય સુધી યાદ રહેશે. જો તમે પીએમ મોદીના 15 દિવસના ભાષણનું વિશ્લેષણ કરો તો ખબર પડશે કે તેમણે 232 વાર કોંગ્રેસનું નામ લીધું, તો 758 વાર મોદીજીએ પોતાનું નામ લીધું.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ 573 વખત ઇન્ડિયા ગઠબંધન અને વિપક્ષી પાર્ટીઓનું નામ લીધું, પરંતુ એક વખત પણ તેમણે મોંઘવારી અને બેરોજગારીની વાત કરી નથી. આ દર્શાવે છે કે તેણે મુદ્દાઓની અવગણના કરી અને માત્ર પોતાનું નામ જ લીધે રાખ્યું. અમે ચૂંટણીમાં નાણાનો ઉપયોગ ન કરી શકીએ એ માટે અમારા ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા.

ખડગેએ કહ્યું કે આ સરકાર તાનાશાહી તરફ આગળ વધી રહી છે. અમે જાતે જોયું કે પીએમ મોદીએ કેવી રીતે શબ્દોનો ઉપયોગ કર્યો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં 421 વાર મંદિરો, મસ્જિદો અને ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કર્યો. તેમણે 224 વખત મુસ્લિમ લઘુમતી અને પાકિસ્તાન શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેઓ દેશમાં સરમુખત્યારશાહી લાવવા માંગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button