ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ Shehbaz Sharifને પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ શરીફ(PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ગઠબંધન અંગે સહમતી બની હતી, જે બાદ શાહબાઝ શરીફ(Shehbaz Sharif) પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. એવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવી છે.

વડા પ્રધાન મોદીએ ફરી એકવાર ભારત વતી પાકિસ્તાન સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો છે, વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શાહબાઝને અભિનંદન પાઠવ્યા છે.

વડા પ્રધાન મોદીએ X પર લખ્યું કે, શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન.
નોંધનીય છે કે, 72 વર્ષીય શાહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ વર્ષ 2022 પછી બીજી વખત દેશની કમાન સંભાળશે. નોંધનીય છે કે પાકિસ્તાન હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એવામાં શહેબાઝ શરીફ સામે મોટા પડકારો હશે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રાષ્ટ્રપતિ ભવન ‘આયવાન-એ-સદર’ ખાતે આયોજિત સમારોહમાં શહેબાઝને પદના શપથ લેવડાવ્યા હતા.


અગાઉ સંસદ ભંગ થયા પહેલા શાહબાઝ શરીફે એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. હવે તાજેતરની ચૂંટણી પછી, PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ ગઠબંધન કર્યું. આ ગઠબંધન તરફથી શાહબાઝ શરીફનું નામ વડા પ્રધાન તરીકે નક્કી કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button