બ્રિટનની ચૂંટણીમાં Conservative party હાર્યા પછી પણ સુનકને PM મોદીએ આપ્યા અભિનંદન, જાણો કેમ?
નવી દિલ્હીઃ બ્રિટનના જનરલ ઈલેક્શન (UK General Election)માં પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી (Rishi Sunak’s Conservative Party) હારી ગયા પછી સુનક સહિત તમામ ભારતીય સમુદાયોને આંચકો લાગ્યો છે, જ્યારે સામે પક્ષે લેબર પાર્ટીની 650 બેઠકમાંથી 400 બેઠક પર જીત મેળવી છે. મૂળ ભારતીય બ્રિટનના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે ચૂંટણીમાં પોતાની હાર માની લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનકને અભિનંદન આપ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુકેના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે પોતાની હાર માની લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનકને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે યુકેએ તમારા નેતૃત્વ અને તમારા કાર્યકાળ દરમિયાન ભારત અને યુકેની વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા મહત્ત્વનું યોગદાન આપ્યું એના માટે આભાર. એની સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે ઋષિ સુનક અને તેમના પરિવારના ભવિષ્ય માટે શુભકામનાઓ.
હારની જવાબદારી હું સ્વીકારું છુંઃ ઋષિ સુનક
બ્રિટનમાં તાજેતરમાં સંપન્ન થયેલા ચૂંટણીના પરિણામોમાં બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે હાર માની લીધી અને લેબર પાર્ટીના નેતા કિઅર સ્ટાર્મરને જીત માટે અભિનંદન આપ્યા હતા. પીએમ ઋષિ સુનકે કહ્યું હતું કે બ્રિટનની જનતાએ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મેં હારની જવાબદારી સ્વીકારી હતી. જોકે, ઋષિ સુનકે યોર્કશાયરે રિચમંડ સીટ પરથી પોતાની સીટ પર કબજો યથાવત રાખ્યો હતો.
સત્તામાં આવવા લેબર પાર્ટીએ બહુમતનો આંકડો પાર
2019ની ચૂંટણીમાં 650 સીટવાળી બ્રિટનની સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 364 સીટ પર વિજય મળ્યો હતો અને બોરિસ જોન્સન વડા પ્રધાન બન્યા હતા. જોકે, અગાઉની તુલનામાં 47 સીટનો ફાયદો થયો છે. બીજી બાજુ બ્રિટનમાં લેબર પાર્ટી 14 વર્ષ પછી સત્તામાં વાપસી કરી છે. સત્તામાં આવવા માટે 650 બેઠકમાંથી 326 મેળવવી જરુરી છે, જેમાં લેબર પાર્ટીએ એ આંકડો પાર કર્યો છે. જોકે, બ્રિટનના વડા પ્રધાન રહી ચૂકેલા ઋષિ સુનકે ભલે પોતાની નોર્થ ઇંગ્લેન્ડની સીટ પર વિજય મેળવ્યો હોય, પરંતુ તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે લેબર પાર્ટીએ 400થી વધુ બેઠક મેળવીને સત્તામાં આવી રહી છે. બીજી બાજુ ઋષિ સુનકની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી 111 બેઠકની આસપાસ મળી શકે છે.
ભારત પર શું અસર પડી શકશે?
બ્રિટનમાં લેબર પાર્ટીની જીતને કારણે ભારત પર અસર પડી શકે છે. હવે બ્રિટન સાથે મુક્ત વેપારના કરારોમાં વિલંબ થશે. આ અગાઉ જોઈએ તો લેબર પાર્ટીની વિઝા પોલિસી પર કડક વલણ રહ્યું છે. ઉપરાંત, યુરોપની સાથે બ્રિટન પર કાર્બન ટેક્સની ફેવરમાં છે. એટલે લેબર પાર્ટી કાર્બન ટેક્સમાં છૂટ આપવાના પક્ષમાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સખત મહેનત કરી છે. બંને નેતાઓ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સંમત થયા હતા, પરંતુ ઈલેક્શનને કારણે આ સોદો ફાઈનલ થયો નહોતો. ટૂંકમાં, નવી સરકાર બનતા હવે જૂના કરારો મુદ્દે પણ ફેરવિચારણા કરવામાં આવે તો નવાઈ નહીં, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.