![pm modi and emmanuel macron at ai summit](/wp-content/uploads/2025/02/PM-modi.webp)
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી AI શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરવા ફ્રાન્સ જવા રવાના થયા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન સાથે AI શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. આપહેલા તેઓ મેક્રોન સાથે ફ્રાન્સમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર રિએક્ટર પ્રોજેક્ટની મુલાકાત લેવા માર્સેલી પણ જશે. તેમની ચાર દિવસની વિદેશ યાત્રા દરમિયાન તે બે દિવસ ફ્રાન્સમાં રહેશે અને ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના આમંત્રણ પર અમેરિકા જશે.
Also read : Stock Market: વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો વચ્ચે શેરબજારમાં કડાકો…
ફ્રાન્સની સરકારે પીએમ મોદીના માનમાં વીવીઆઇપી ડિનરનું આયોજન કર્યું છે, જેમાં રાષ્ટ્રપતિ મેક્રોન ઉપરાંત વિવિધ દેશોના નેતાઓ, ટોચના સીઇઓ અને ટેક જગતના મહારથીઓ પણ ભાગ લેશે. ત્યાર બાદ પીએમ મોદી 11 ફેબુઆરીએ AI શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં પીએમ મોદી AIના ભવિષ્ય પર ચર્ચા કરશે. આ સંમેલનનો હેતુ AI ટેક્નોલોજીના નૈતિક રીતે યોગ્ય અને જવાબદાર બનીને સહયોગ સાધવાનો છે, જે વૈશ્વિક અર્થતંત્રના ભવિષ્યને યોગ્ય માર્ગે લઇ જાય