Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી દરમ્યાન અખિલેશ યાદવનું દિલ કેમ તૂટયું, પીએમ મોદીએ કર્યો કટાક્ષ

બારાબંકી : ઉત્તર પ્રદેશના બારાબંકીમાં લોકસભા ચૂંટણીના(Loksabha Election 2024) પ્રચાર દરમ્યાન કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) કહ્યું કે તેમનું કામ માત્ર મને ગાળો આપવાનું છે. પરંતુ મારું કામ વિકાસ કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાયબરેલીના સાંસદ નહીં પણ પીએમ પસંદ કરવાના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું(Akhilesh Yadav) દિલ તૂટી ગયું છે.
ઈન્ડિયા ગઠબંધને પીએમ પદનો ચહેરો જાહેર કર્યો નથી
યુપીના બારાબંકીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, “તેમના સપના જુઓ કે કોંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે રાયબરેલીના લોકો વડાપ્રધાનને પસંદ કરશે. આ સાંભળીને સમાજવાદી પાર્ટીના શહેઝાદાનું દિલ તૂટી ગયું. માત્ર આંસુ જ ન નીકળ્યા, પણ દિલની તમામ ઈચ્છાઓ ધોવાઈ ગઈ.
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ભાજપ વિરુદ્ધ એકજૂથ થયેલા વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’નો હિસ્સો છે, પરંતુ ગઠબંધન ‘ઈન્ડિયા’એ કોઈને પણ પીએમ પદના ચહેરા તરીકે જાહેર કર્યા નથી.
પીએમ મોદીએ કહ્યું કે સપા-કોંગ્રેસ માટે તેમની વોટબેંકથી મોટું કંઈ નથી. જ્યારે હું તેમને ઉજાગર કરું છું ત્યારે તે લોકો બેચેન થઈ જાય છે. તેઓ કંઈપણ બોલવા લાગે છે અને મને અપશબ્દો બોલે છે.
ભૂપેશ બઘેલે શું કહ્યું હતું ?
યુપીની રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીના સમર્થનમાં એક સભાને સંબોધિત કરતા ભૂપેશ બઘેલે તાજેતરમાં કહ્યું હતું કે રાયબરેલીના લોકો સાંસદોને ચૂંટતા નથી, પરંતુ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી પછી દેશના વડાપ્રધાનને ચૂંટવા જઈ રહ્યા છે. કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાયબરેલી સીટ પર સિનીયર નિરીક્ષક બનાવ્યા છે. ત્યારથી બઘેલ રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રચારમાં વ્યસ્ત છે. રાયબરેલી સીટ ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે