નેશનલ

PM Narendra Modiએ Chirag Paswanના કાનમાં શું કહ્યું જાણો છો?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ગઈકાલે ત્રીજી વખત શપથ ગ્રહણ કરીને ભારતના વડા પ્રધાનપદનો કારભાર સંભાળ્યો છે. જોકે, આપણે અહીં વાત કરવાના છીએ શપથ વિધિ સમારોહ પહેલાં એનડીએની મળેલી બેઠકની. આ બેઠકમાં દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એલજેપી (રામ વિલાસ પાસવાન) પક્ષના ચિરાગ પાસવાન (LPG Ram Vilas Paswan Party’s Chirag Paswan) સંસદના સેન્ટ્રલ હોલમાં પીએમ મોદીના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા અને પીએમ મોદીએ પણ ચિરાગને ગળે લગાવીને તેના કાનમાં કંઈક કહીને એના પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.

આ દ્રશ્યએ સંસદ ભવનમાં તમામ સાંસદોનું ધ્યાન ખેંચી લીધું હતું. પણ શું તમને ખબર છે કે આખરે પીએમ મોદીએ ચિરાગ પાસવાનના કાનમાં શું કહ્યું હતું? ખુદ ચિરાગ પાસવાને આ વાતનો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું છે ચિરાગ પાસવાને આ બાબતે-

ચિરાગ પાસવાને સંસદ ભવનમાં કરેલાં ભાષણમાં કહ્યું હતું કે હું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે એ બાબતે મારી પાર્ટી એલજેપી (રામ વિલાસ) વતી હું NDA સંસદીય નેતાના પદ માટે નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કરું છું. પોતાનું ભાષણ પૂરું કરીને જ્યારે ચિરાગ પાસવાન પીએમ મોદીના ચરણ સ્પર્શ કરવા પહોંચે છે ત્યારે પીએમ મોદી એમને ગળે લગાવે છે અને તેના કાનમાં કંઈક ગણગણીને પોતાની લાગણી વ્યક્ત કરે છે.

ખુદ ચિરાગ પાસવાને પીએમ મોદીએ કાનમાં શું કહ્યું હતું એનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે જેટલા પ્રેમથી એમણે મને ગળે લગાવ્યો એ ખરેખર અવિસ્મરણીય ક્ષણ હતી. તમારા પીએમને તમારા માટે આટલી લાગણી હોય, તેઓ તમને બેટા કહીને બોલાવે એ જ કેટલી મોટી વાત છે. પીએમ મોદીએ મને ગળે લગાવીને કહ્યું હતું કે ખૂબ જ સરસ બોલ્યો છે તું બેટા…

આ પણ વાંચો : Modi 3.0 :નરેન્દ્ર મોદી સાથે 30 સાંસદો લઇ શકે છે મંત્રીપદના શપથ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને ચિરાગ પાસવાન વચ્ચે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળે છે. ગઈકાલે પણ શપથ વિધિ બાદનો તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ મોદી એકદમ લાગણીપૂર્વક ચિરાગ પાસવાનનો હાથ પકડીને તેની સાથે વાત કરતાં જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે ચિરાગ પાસવાન હંમેશા પીએમ મોદીના વખાણ કરતો જોવા મળે છે અને ચિરાગે પોતાની જાતને પીએમ મોદીના હનુમાન તરીકે પણ ઓળખાવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા