નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ‘X’ પર તેમના ડિસ્પ્લે પિક્ચર (DP)ને G20 સમિટના સ્થળ ભારત મંડપમના ચિત્રમાં બદલ્યું છે. ચિત્રમાં એક તેજસ્વી પ્રકાશિત ભરત મંડપમ દેખાય છે, જેમાં નટરાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
પીએમ મોદીએ પોતાનું પ્રોફાઇલ પિક્ચર પણ બદલ્યું છે અને તિરંગાની જગ્યાએ ‘નમસ્તે’ કહેતા પોતાની તસવીર લગાવી છે. જી-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. તેમાં યુએસ પ્રમુખ જો બાઇડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, સાઉદી અરેબિયાના પ્રિન્સ ઉપરાંત વિકાસશીલ અને વિકસિત દેશોના અન્ય નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
Taboola Feed