હિન્દુ ધર્મ પર રાહુલ સાથે ચર્ચા નહીં કરી શકે PM મોદી: આવું કોણે કહ્યું ?
લોકસભા ચૂંટણીનાં ચાર તબક્કાનું મતદાન થઈ ગયું છે. તમામ પાર્ટીઓ અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે સતાધારી પાર્ટી વિપક્ષ પર નિશાન સાધે છે તો વિપક્ષના નેતા સરકાર પર આરોપ લગાવે છે. અને જનતાને મોટા મોટા વાયદા વચનો આપે છે. ચૂંટણીની વ્યવ્સ્ત્તાઓ વચ્ચે કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે, ‘હું દાવા સાથે કહું છુ કે, વડાપ્રધાન મોદી હિન્દુ ધર્મ પર રાહુલ ગાંધી સાથે કોઈ વાદ-વિવાદ નહીં કરી શકે’.
‘ઘર બહાર કર્યા,સંસદમાથી પણ બહાર કર્યા છ્તા રાહુલ ડર્યા નહીં’
પ્રિયંકાએ ચેનલના એક સવાલમાં જવાબ આપતા કહ્યું કે, રાહુલજી પર મીડિયાથી માંડીને ભાજપના નેતાઓએ એટલુ આક્રમણ કર્યું,એટલા અપશબ્દો કહ્યા અને એટલી બધી ખોટી ભ્રમણાઓ ફેલાવી ,તો પણ રાહુલજી મજબૂતાઈથી ઊભા રહ્યા. અને એટલી હિમ્મત છે કે તેઓ ઝુક્યા નહીં. ડર્યા નથી. તેઓને ઘરમાથી કાઢ્યા, સંસદમાથી કાઢ્યા. તમામ કેસ કર્યા,એક ગુજરાતમાં , મહારાષ્ટ્રમાં, એટલે કે કેસમાં હાજર થવા સતત દોડતા રહે,છ્તા રાહુલજી ઝુક્યા નહીં. ડર્યા નહીં.આખો દેશ આજે સમજી રહ્યો છે કે આ માણસ સાચું બોલશે,ડરશે નહીં અને ઝૂકશે પણ નહીં.
અમે બેકફૂટ પર નથી-પ્રિયંકા
પ્રિયંકા ગાંધીને પૂછાયું કે, ભાજપ કહી રહી છે કે 400 પાર, તમારો શું આંકડો છે ? તમને લાગે છે કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે ? શું ભાજપા બેકફૂટ પર છે કે તમે બેકફૂટ પર છો ? તેમણે કહ્યું,’અમે બિલકુલ પણ બેકફૂટ પર નથી બેકફૂટ પર મોદીજી છે જે ખુદ પોતાના પ્રચારનું ખંડન કરે છે. અમે બેકફૂટ પર એટલા માટે નથી કે, ‘ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સતત જનતાના મુદાઓ ઉઠાવે છે.અમે સતત કહી રહ્યા છીએ કે મોદીજી મુદા પર આવો પણ તેઓ મુદ્દાઓ પર આવી જ નથી શકતા’.