નેશનલ

હિમાલયમાં ધ્યાન, ફેશન આયકન અને પ્રભાવશાળી નેતા શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે તમે આ 10 વાતો જાણો છો?

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 17મી સપ્ટેમ્બર 1950માં ગુજરાત ના વડનગરમાં થયો હતો. એક સામાન્ય પરિવારમાંથી આવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં સામેલ થયા છે. ત્યારે વિશ્વ ખ્યાતી ધરાવનાર દેશના વડા પ્રધાન અંગે શું તમે આ વાતો જાણો છો?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાર્વજનિક જીવનની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રચારક તરીકે થઈ. અને ધીરે ધીરે તેઓ ભારતીય જનતા પાર્ટીના એક ઉમદા નેતા તરીકે જાણીતા થયા. વડા પ્રધાન બન્યા તે પહેલા તેમણે 2001 થી 2014 દરમિયાન 12 વર્ષથી વધુ સમય ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કામ કર્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેની કેટલીક અજાણી વાતો

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકારણમાં શરૂઆત તેઓ જ્યારે 8 વર્ષમાં હતા ત્યારે જ થઈ હતી. ત્યારે તેઓ લક્ષ્મણરાવ ઇનામદારના નેતૃત્વમાં RSS જુનિયર કેડેટ બન્યાં.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુવા અવસ્થામાં સન્યાસ લેવાની ઈચ્છા થઈ. ત્યારે તેમણે લગભગ બે વર્ષ હિમાલયમાં એકાંતમાં વિતાવ્યા. જ્યાં તેમણે ધ્યાન કર્યું અમે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન સ્વીકાર્યું.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નિમણુંક ત્યારે તેઓ રાજ્ય વિધાનસભાના સદસ્ય ન હતા. પછીથી તેઓ પેટા ચૂંટણી જીત્યા.
  • 1947 માં દેશ આઝાદ થયા બાદ જન્મેલા પ્રથમ ભારતીય વડા પ્રધાન બનવાનો માન નરેન્દ્ર મોદીને મળ્યો
  • રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી સારા લેખક પણ છે.તેમણે અનેક કવિતાઓ પણ લખી છે.
  • ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ એક પણ દિવસ રજા લીધી નહતી. ઉપરાંત તેમણે ત્રણથી વધુ વ્યક્તિગત કર્મચારીઓ પણ રાખ્યા નહતા.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ફેશન આયકન તરીકે પણ ઓળખાય છે. તેમનું મોદી જાકેટ અને મોદી કુર્તા ખૂબ પ્રખ્યાત છે.
  • પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધી બાદ સતત બીજીવાર બહુમતી પ્રાપ્ત કરનાર વડા પ્રધાન મોદી પહેલા ભારતીય વડા પ્રધાન છે.
  • વડા પ્રધાન મોદીના પહેલા ના ટ્વીટર એકાઉન્ટ પર 92 લાખ ફોલોવર્સ છે. તેથી તેઓ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતાઓમાંથી એક છે.
  • સ્કુલ લાઇફમાં નરેન્દ્ર મોદી નાટકોમાં અભિનય કરતા હતા. નાટકોની તૈયારી અને દિગ્દર્શનમાં પણ તેઓ નિષ્ણાંત હતાં.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button