પીએમ મોદીએ તામિલનાડુમાં કહ્યું કે ભારતીદાસન યુનિવર્સિટીનો દરેક સ્નાતક….

તિરુચિરાપલ્લી: પીએમ નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીની મુલાકાતે છે. જ્યાં પીએમ મોદીએ ભારતીદાસન યુનિવર્સિટીના 38માં કોન્વોકેશનમાં હાજરી આપી હતી. આ સમારોહમાં રાજ્યપાલ
આર એન રવિ અને સીએમ એમકે સ્ટાલિન પણ હાજર હતા.
ભારતીદાસન યુનિવર્સિટીના 38માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે 2024માં જનતા સાથે પહેલી વાર વાત કરી રહ્યા છે. અને તે પણ ભારતીદાસન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો મોકો મળ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમિલનાડુ જેવા સુંદર રાજ્યમાં અને યુવાનો વચ્ચે આવીને ખુબજ ખુશ થયો છું. મને એ જાણીને પણ આનંદ થયો કે હું એવો પ્રથમ વડા પ્રધાન છું કે જેમને અહીં દિક્ષાંત સમારોહ માટે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું આ મહત્વપૂર્ણ અવસર પર તમામ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. આ ઉપર તેમને પોતાના સંબોધનમાં યુવાનોને વિકસિત ભારતનો હિસ્સો ગણાવ્યા હતા. તેમને કહ્યું હતું કે અહીંનો દરેક સ્નાતક 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં યોગદાન આપી શકે છે. વર્ષ 2047ને આપણા ઈતિહાસનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ બનશે કારણકે યુવાનોની ક્ષમતામાં મને વિશ્વાસ છે.
આ ઉપરાંત તેમને પોતાના સંબોધનમાં એરપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં એરપોર્ટની સંખ્યા 74 થી વધીને લગભગ 150 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન આજે તિરુચિરાપલ્લીમાં ઉડ્ડયન, રેલ, રોડ, તેલ, ગેસ, શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રો સાથે સંબંધિત રૂ. 19,850 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.