PM Modi લગાવી રહ્યા છે 45 કલાકનું ધ્યાન, જાણો શું છે તેમનો ડાયેટ પ્લાન
![PM Modi begins 45-hr ‘dhyan’ at Kanyakumari's Vivekananda Rock](/wp-content/uploads/2024/05/pm-modi-dhyan.webp)
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) તમિલનાડુના કન્યાકુમારીમાં (Kanyakumari) ધ્યાન(Meditation) મગ્ન છે. પીએમ મોદી મેડિટેશન રૂમમાં ધ્યાન ધરી રહ્યા છે. તેવો ગુરુવારે સાંજે 6.45 વાગ્યેથી ધ્યાનની મુદ્રામાં બેઠા છે. આ દરમિયાન પીએમ મોદી કોઈની સાથે વાત નહીં કરે.
શરીરને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ પાણી અને દ્રાક્ષનો જયુશ પીશે
મળતી માહિતી મુજબ પીએમ મોદી 45 કલાક સુધી ધ્યાનમાં બેસશે. આ 45 કલાકના ધ્યાન દરમિયાન તે ખોરાક પણ નહીં લે અને કોઈની સાથે વાત પણ નહિ કરે. આ દરમ્યાન વડાપ્રધાન જો જરૂરી હોય તો માત્ર લીંબુ પાણીનું સેવન કરશે. તે માત્ર લિક્વિડ ડાયટ જ લેશે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તે નારિયેળ પાણી અને દ્રાક્ષનો જયુશ પણ પીશે.
પીએમ મોદીએ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરી હતી
ગુરુવાર સાંજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી પીએમ મોદી કન્યાકુમારી પહોંચ્યા. સૌ પ્રથમ વડાપ્રધાને ભગવતી અમ્માન મંદિરમાં પૂજા અર્ચના કરી. ધોતી અને સફેદ શાલ પહેરીને પીએમ મોદીએ મંદિરના ગર્ભગૃહની પરિક્રમા કરી હતી. પૂજારીઓએ વિશેષ આરતી કરી તેમને પ્રસાદ આપ્યો હતો. આ પછી પીએમ મોદી બોટ દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેઓ મંડપ તરફ જતી સીડીઓ પર થોડો સમય ઊભા રહ્યા અને બાદમાં ધ્યાન મંડપમાં ધ્યાનમાં લીન થયા છે.
ધ્યાન પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી શું કરશે?
હવે વડાપ્રધાન લગભગ 2 દિવસ સુધી અહીં ધ્યાન પર બેસશે. 1 જૂને ધ્યાન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સંત તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત લેશે. સંત તિરુવલ્લુવર તમિલનાડુના સૌથી પ્રખ્યાત કવિ હતા. જેમનું સ્મારક અને પ્રતિમા બંને નાના ટાપુઓ પર બનેલા છે. સંત તિરુવલ્લુવરની પ્રતિમાની કુલ ઊંચાઈ 133 ફૂટ છે.