આરએસએસના શતાબ્દી સમારોહમાં પીએમ મોદીએ હાજરી આપી, કહ્યું સંઘનો લોકતંત્રમાં અડગ વિશ્વાસ | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

આરએસએસના શતાબ્દી સમારોહમાં પીએમ મોદીએ હાજરી આપી, કહ્યું સંઘનો લોકતંત્રમાં અડગ વિશ્વાસ

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યોગદાનને ઉજાગર કરતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો હતો. આ વર્ષે વિજયાદશમીથી લઈને વર્ષ 2026 વિજયાદશમી સુધી તેનું શતાબ્દી વર્ષ ઉજવશે.

ગુરુજીએ સહજતાનો પરિચય આપ્યો

પીએમ મોદીએ ડો. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે આરએસએસના સફર અંગે જણાવ્યું કે આ વર્ષો દરમિયાન સંઘને કચડી નાખવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા કાવતરાં રચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રાષ્ટ્ર સાધનાની યાત્રામાં તેને મુખ્ય ધારામાં આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરમપૂજ્ય ગુરુજીને અનેક ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમને જેલમાં ઘકેલવા આવ્યા હતા. પરંતુ જેલમાંથી બહાર આવ્યા
બાદ તેમણે સહજતાનો પરિચય આપ્યો હતો.

સંઘનો લોકતંત્રમાં અડગ વિશ્વાસ

તેમણે વધુમાં જણાવ્યું કે, સંઘ વિશે એવું કહેવામાં આવે છે કે સામાન્ય લોકો અસાધારણ અને અભૂતપૂર્વ કાર્ય માટે એકત્ર થાય છે. આજે પણ આપણે સંઘની શાખાઓમાં વ્યક્તિત્વ વિકાસની આ સુંદર પ્રક્રિયાના સાક્ષી છીએ. સંઘ શાખાનું મેદાન પ્રેરણાની ભૂમિ છે. જ્યાં સ્વયંસેવકની અહંકારથી સ્વ તરફની યાત્રા શરૂ થાય છે. સંઘની શાખાઓ વ્યક્તિત્વ વિકાસની યજ્ઞ દેવી છે. રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ, વ્યક્તિત્વ વિકાસનો સ્પષ્ટ માર્ગ અને શાખાની સરળ અને જીવંત કાર્ય પદ્ધતિ. તેમજ સંઘનો લોકતંત્રમાં અડગ વિશ્વાસ છે.

પીએમ મોદીએ કહ્યું કે આ આપણું સૌભાગ્ય છે કે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનના શતાબ્દી વર્ષનાં સાક્ષી બની રહ્યા છીએ. તેમણે સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આપણ વાંચો:  ભારતના અર્થતંત્રને મળ્યો વેગ! RBI રેપો રેટ યથાવત્ રાખ્યો, GDP ગ્રોથ માટે આપ્યું અનુમાન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button