નેશનલ

કોંગ્રેસ નેતા મધ્યપ્રદેશને અપસેટ કરીને પુત્રોને સેટ કરી રહ્યા છે: પીએમ મોદી

સતના: મધ્યપ્રદેશમાં 240 વિધાનસભા બેઠક પર 17 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. તેની પહેલા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં તેમનો દમ બતાવી રહ્યા છે. પીએમ મોદી આજે 3 રેલી કરી રહ્યા છે. સૌથી પહેલા પીએમ મોદી સતના પહોંચ્યા છે. જ્યાં તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે જે રીતે ફૂગ્ગામાંથી હવા નીકળે ત્યારે આમ તેમ ફંગોળાઇને તે નીચે પડે છે તે રીતે કોંગ્રેસ નેતા બૂમાબૂમ કરતા આમથી તેમ ભાગી રહ્યા છે.

પીએમ મોદીના ભાષણની મોટી વાતો:

  1. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે કોંગ્રેસે તમારી સામે 2 એવા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જે દાયકાઓથી મધ્યપ્રદેશ કોંગ્રેસને ચલાવી રહ્યા છે. આજકાલ બંને એકબીજાના કપડા ફાડી રહ્યા છે. આ જ લોકો મધ્યપ્રદેશને દાયકાઓ સુધી ગરીબાઇમાં રાખવા માટે જવાબદાર છે. આ લોકો તમને વધુ સારા ભવિષ્યની ખાતરી આપી નહિ આપી શકે. તેમની પાસે હવે એક જ એજન્ડા છે કે 3 ડિસેમ્બરે ભાજપ સામે હાર્યા બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસ કોનો પુત્ર સંભાળશે! પોતાના પુત્રોને સેટ કરવા માટે તે સમગ્ર મધ્યપ્રદેશને અપસેટ કરી રહ્યા છે.
  2. પીએમ મોદીએ કહ્યું હતું કે તમારે એક વાત યાદ રાખવાની છે: કોંગ્રેસ આવી બરબાદી લાવી. જો ભૂલથી પણ કોંગ્રેસ આવી ગઇ તો તમને સરકાર પાસેથી મળતી તમામ મદદ બંધ કરી દેવાશે
  3. છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે 33 લાખ કરોડ રૂપિયા સીધા ગરીબોના ખાતામાં જમા કર્યા છે, અને તેમાંથી એક રૂપિયો પણ અહીંથી ત્યાં નથી ગયો. કોંગ્રેસ કઇ રીતે ગરીબોના પૈસા છીનવી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. નકલી લાભાર્થી કૌભાંડ. એટલી તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વસ્તી પણ નહિ હોય જેટલા કોંગ્રેસે કાગળ પર લાભાર્થીઓ પેદા કર્યા. પીએમ મોદીએ કહ્યું કે મોદીએ કૌભાંડ પણ બંધ કર્યા અને વચેટિયાઓની મોજમજા પણ બંધ કરાવી દીધી. ભાજપ સરકારે સરકારી યોજનાઓના પૈસા ગરીબોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું.
  4. પીએમ મોદીએ કહ્યું હતું કે “હું આ દિવસોમાં જ્યાં પણ જાઉં છું ત્યાં અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની વાતો થાય છે. સમગ્ર દેશમાં આનંદની લહેર છે. સૌભાગ્યથી ભરેલા આ શુભ સમયગાળામાં મારા મનમાં એક વાત વારંવાર આવે છે. તે વસ્તુ મને સતત ઉત્તેજિત કરે છે અને મને વધુ ઝડપથી દોડવા માટે પ્રેરણા આપે છે. આ વાત છે – રામ કાજ કિન્હે બિનુ, મોહી કહાં વિશ્રામ હવે અટકવાનું નથી, થાકવાની નથી. ” તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button