ટોપ ન્યૂઝનેશનલ

ચા વેચનાર ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તે ગમ્યું નથી, PM Modi નો ગાંધી પરિવાર પર પ્રહાર

નવી દિલ્હી : સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi)કહ્યું કે તમે લોકો સારું વર્તન કરો. તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો હેરાન છે કે એક ચા વેચનાર ત્રીજી વખત વડાપ્રધાન કેવી રીતે બન્યો. રાહુલ ગાંધીના(Rahul Gandhi)વર્તનને ખોટું ગણાવતા તેમણે એનડીએના સાંસદોને અપીલ કરી છે કે તેઓ તેમના જેવું વર્તન ન કરે પરંતુ સારું વર્તન રાખે. તેમણે કહ્યું કે તમે લોકો વાંચીને આવો અને કોઈપણ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરો.

પીએમ મોદીએ સાંસદોને નિપુણતા પ્રાપ્ત કરવાની સલાહ આપી

આટલું જ નહીં એનડીએની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સૂચન કર્યું કે તેઓ પીએમ મ્યુઝિયમની મુલાકાત લે અને ત્યાંની પાછલી સરકારોના કામકાજ વિશે પણ જાણે. તેમણે કહ્યું કે સાંસદોએ તેમના વિસ્તારમાં જનતા સાથે જોડાયેલા રહેવું જોઈએ અને તેમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિશે માહિતી આપવી જોઈએ. આ સિવાય વડાપ્રધાને એનડીએના સાંસદોને કોઈને કોઈ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરવાની સલાહ આપી હતી. જેમ કે કોઈ પર્યાવરણ પર, કોઈ સામાજિક વિષય પર અને કોઈ રાજકારણમાં નિપુણતા મેળવી શકે છે.

સત્ય હટાવી શકાય નહીં : રાહુલ ગાંધી

આ દરમિયાન રાહુલ ગાંધીનું નિવેદન પણ આવ્યું છે. લોકસભામાં તેમના ભાષણના એક ભાગને રેકોર્ડમાંથી હટાવવા પર તેમણે કહ્યું કે સત્ય હટાવી શકાય નહીં.લોકસભામાં સોમવારે રાહુલ ગાંધીએઆપેલા નિવેદનને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાએ લગભગ 100 મિનિટ સુધી ખૂબ જ આક્રમક રીતે ભાષણ આપ્યું હતું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button