ટોપ ન્યૂઝનેશનલ

PM Modi In G-20 Summit : પીએમ મોદી બ્રાઝિલમાં G-20 સમિટમાં સામેલ થશે, અનેક નેતાઓને મળશે

રીયો ડી-જાનેરો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસમાં રવિવારે નાઈજીરિયાની પ્રથમ મુલાકાત પૂર્ણ કર્યા પછી સોમવારે બ્રાઝિલ પહોંચ્યા છે. પીએમ મોદી અહીં G-20 સમિટમાં(PM Modi In G-20 Summit)હિસ્સો લેશે. પીએમ મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં 18 અને 19 નવેમ્બરે બ્રાઝિલમાં આયોજિત 19મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીનું બ્રાઝિલમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બ્રાઝિલમાં ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એક હોટલની બહાર એકત્ર થયા હતા.


Also read: PM Narendra Modiએ આ અભિનેતાના પૂછ્યા હાલચાલ, વીડિયો થયો વાઈરલ…


પીએમ મોદી રીયો ડી -જાનેરો પહોંચ્યા

બ્રાઝિલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, હું G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યો છું. મને આશા છે કે આ સમિટ વિશ્વના વિવિધ નેતાઓ સાથે અર્થપૂર્ણ વાર્તાલાપ બની રહેશે.વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પણ કહ્યું, “પીએમ મોદી G20 બ્રાઝિલ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરો પહોંચ્યા છે. આ દરમિયાન તેણે એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતની તસવીરો પણ શેર કરી હતી.

પીએમ મોદી G20 સમિટમાં અનેક નેતાઓને મળશે

પીએમ મોદી બ્રાઝિલમાં 19મી જી-20 સમિટમાં ટ્રોઇકાના સભ્ય તરીકે ભાગ લેશે. ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે G20 ટ્રોઇકાનો હિસ્સો છે. તેમજ G20 સમિટ ચર્ચાઓમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે.પીએમ મોદી આ સમિટમાં વૈશ્વિક મહત્વના વિવિધ મુદ્દાઓ પર ભારતનું વલણ રજૂ કરશે. જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન અનેક નેતાઓને મળવાના છે.


Also read: દિલ્હીમાં AAPના આ મંત્રીઓ કરી ચૂક્યા છે બળવો, જાણો વિધાનસભા ચૂંટણી પર શું થશે અસર


પીએમ મોદીને નાઇજીરિયાનું સર્વોચ્ચ સન્માન

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે રવિવારે સાંજે નાઈજીરિયાથી બ્રાઝિલ જવા રવાના થયા હતા. તેમણે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની મુલાકાતને અર્થપૂર્ણ ગણાવી હતી. આ ઉપરાંત નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ વડાપ્રધાન મોદીને નાઈજીરીયાના સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર’ (GCON)થી સન્માનિત કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button