ઉત્તરાખંડના પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે પીએમ મોદીએ 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું

દહેરાદૂન : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ સર્વેક્ષણ માટે દહેરાદૂન પહોંચ્યા હતા. જોકે, ખરાબ હવામાનના લીધે હવાઈ સર્વેક્ષણ રદ કરવામાં આવ્યું હતું. જેની બાદ વડા પ્ર્ધાન સ્ટેટ ગેસ્ટ હાઉસ ગયા હતા. તેમણે સ્ટેટ ગેસ્ટ હાઉસના ત્રણ બેઠકો કરી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે 1200 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે.
મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયાની સહાય
પીએમ મોદીએ આપત્તિમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. જયારે પૂર અને ભૂસ્ખલનમાં જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. તેમને પીએમ કેયર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત મદદ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું કે આપત્તિ ગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફરી બનાવવા માટે સંપૂર્ણ મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘરોમાં કાટમાળ ભરાયો…
પીએમ મોદી પૂર અસરગ્રસ્ત પરિવારોને મળ્યા
પીએમ મોદી પૂર અસરગ્રસ્ત પરિવારોને મળ્યા હતા. તેમને અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરી. તેમજ એનડીઆર એફ, એસડીઆરએફ અને આપત્તિ કામ કરનારા સ્વંય સેવકો સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ તેમના કાર્યને બિરદાવ્યા હતા.
આ પણ વાંચો : ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા તબાહી, ત્રણ લોકો ગુમ
અહેવાલ બાદ વધુ સહાયતા આપવામાં આવશે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પીએમ આવાસ યોજના હેઠળ અસરગ્રસ્ત મકાનોના પુન: નિર્માણ માટે વિશેષ યોજના છે. તેમજ રોડ, સ્કુલ અને માળખાગત પુન:નિર્માણ માટે કેન્દ્ર સહયોગ કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ટીમ નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. આ અંગેના અહેવાલ બાદ વધુ સહાયતા આપવામાં આવશે.