ઈઝરાયલના 'આયર્ન ડ્રોમ' જેવા 'સુદર્શન ચક્ર'ની મોદીની જાહેરાત, કઈ રીતે કરશે દેશની સુરક્ષા ? | મુંબઈ સમાચાર

ઈઝરાયલના ‘આયર્ન ડ્રોમ’ જેવા ‘સુદર્શન ચક્ર’ની મોદીની જાહેરાત, કઈ રીતે કરશે દેશની સુરક્ષા ?

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસે અનેક જાહેરાતો કરી છે. જેમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. તેમણે મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે ભારતના સુરક્ષા કવચ તરીકે કામ કરશે. જેમાં દેશની મહત્ત્વના સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2035 સુધી દેશના મહત્ત્વના સ્થાનોમાં જાહેર સ્થળોમાં હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને આસ્થાના કેન્દ્રોને એક આધુનિક તકનીકી સુરક્ષા કવચથી રક્ષિત કરવામાં આવશે. જેમાં દરેક નાગરિકો સુરક્ષિત મહેસુસ કરી શકશે.

આ સુરક્ષા કવચ સતત વિસ્તૃત થશે

આ સ્થળોને ટેક્નોલોજીના નવા માધ્યમ દ્વારા સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે. તેમજ આ સુરક્ષા કવચ સતત વિસ્તૃત થશે. તેમજ જેના લીધે દેશનું સુરક્ષા કવચ વધુ આધુનિક બનશે. આ સુરક્ષા ક્વચ રક્ષણ પણ કરશે અને એટેક પણ કરશે. હું આને વર્ષ 2035 સુધી તેને સમગ્ર દેશના વિસ્તારવા માંગુ છું. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર હતું તે જ રીતે આ ચક્રની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી સુર્ય પ્રકાશને રોકી દીધો હતો અને દિવસમાં અંધારું કરી દીધું હતું. ત્યારે જ અર્જુને જયદ્રથના વધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેને પૂર્ણ કરી હતી. જે સુદર્શન ચક્રની મદદથી થયું હતું. તેથી દેશ મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરશે.

સુદર્શન ચક્ર એક શકિતશાળી વેપન સિસ્ટમ

આ સુદર્શન ચક્ર એક શકિતશાળી વેપન સિસ્ટમ છે. જે દુશ્મનના હુમલાને ખાળશે. તેમજ દુશ્મન પર ત્વરિત હુમલો કરી શકશે. પીએમ મોદીએ કહ્યું કે, અમે મિશન સુદર્શન ચક્ર માટે કેટલીક મૂળભૂત બાબત નક્કી કરી છે. જેમાં આગામી 10 વર્ષ માટે સંપૂર્ણ તાકાત સાથે આગળ વધવામાં આવશે. તેના ઉત્પાદન માટે દેશના લોકો દ્વારા દેશના સંશોધન કરવામાં આવશે. સુદર્શન ચક્ર ખાસિયત એ છે કે જેની પર નિશાન હોય તેના સુધી જઇને પરત આવે છે. અમે પણ સુદર્શન ચક્રની જેમ જ ટાર્ગેટના આધારે આગળ વધીશું.

આપણ વાંચો:  લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button