ટોપ ન્યૂઝનેશનલ

76th Republic Day: વડા પ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી, મલ્લિકાર્જુન ખડગેએ પણ આપ્યો સંદેશ…

નવી દિલ્હી: આજે દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી (76th Republic Day of India) કરવમાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચો : કાશ્મીરમાં કૌતુક ! દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ વંદે ભારત ટ્રેન

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વડા પ્રધાને લખ્યું, ‘પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે આપણા બંધારણનો મુસદ્દો ઘડનારા અને લોકશાહી, એકતા અને ગૌરવમાં આપણી યાત્રા ચાલતી રહે તે સુનિશ્ચિત કરનારા તમામ મહાન મહિલાઓ અને પુરુષોને નમન કરીએ. મને આશા છે કે આ પ્રસંગ આપણા બંધારણના આદર્શોને જાળવવા અને મજબૂત અને સમૃદ્ધ ભારત તરફ કામ કરવાના આપણા પ્રયાસોને પ્રબળ બનાવશે.’

અમિત શાહનો શુભેચ્છા સંદેશ:

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવતા X પર લખ્યું, બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. પ્રજાસત્તાક દિવસ ભારતના બંધારણીય મૂલ્યોમાં શ્રદ્ધા, સામાજિક સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકશાહી પ્રત્યે સમર્પણનું પ્રતીક છે. આ શુભ પ્રસંગે, હું બધા સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણ ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે એક મજબૂત પ્રજાસત્તાકનો પાયો નાખ્યો.

આવો, આ પ્રજાસત્તાક દિવસે આપણે મોદીજીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવાની પ્રતિજ્ઞા લઈએ.

આ પણ વાંચો : US માંથી દેશનિકાલની ચિંતા; ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઇમ જોબ છોડવા મજબુર…

કોંગ્રેસ અધ્યક્ષનો સંદેશ:


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી વતી દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ વર્ષે, આપણે ભારતીય પ્રજાસત્તાકના અંતરાત્મા અને આત્મા – ભારતના બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. હું આ જ વિષય પર મારો સંદેશ શેર કરી રહ્યો છું. જય બાપુ, જય ભીમ, જય બંધારણ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button