નેશનલ

પીએમ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ફોન પર વાત કરી, આતંકવાદ સહિતના મુદ્દે ચર્ચા કરી…

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ બંને નેતાઓએ આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ગાઝા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને નેતાઓએ ભારત-ઈઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર કર્યો

આ અંગે સમાચાર એજન્સીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂનો ફોન આવ્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન વિકાસ માટે સંબંધને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન આતંકવાદની સખત નિંદા કરી. તેમણે તમામ પ્રકારના આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ પોતાના વિચારો શેર કર્યા. વડાપ્રધાન મોદીએ ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણ સહિત પ્રદેશમાં કાયમી શાંતિ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. આ બંને નેતાઓ ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

દિલ્હી વિસ્ફોટ અંગે એકજુથતા વ્યકત કરી હતી

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા વિસ્ફોટને અનેક દેશો આધાતજનક ગણાવીને તેની નિંદા કરી હતી. ત્યારે ઇઝરાયલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પર એક્સ પર હિન્દીમાં પોસ્ટ કરીને ભારતને એકજુથતા વ્યકત કરી હતી. તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના બહાદુર નાગરિકોને સારા અને હું અને આખું ઇઝરાયલ પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

ઇઝરાયલ ભારત સાથે મજબૂત રીતે ઉભું છે

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં ઇઝરાયલ તમારી સાથે મજબૂત રીતે ઉભું છે. ભારત અને ઇઝરાયલ શાશ્વત સત્યો પર આધારિત પ્રાચીન સંસ્કૃતિઓ છે. આતંક આપણા શહેરોમાં હુમલા કરી શકી છે. પરંતુ તે ક્યારેય આપણા આત્માઓને ડગાવી શકશે નહીં. આપણા રાષ્ટ્રોનો પ્રકાશ આપણા દુશ્મનોના અંધકારને મ્હાત આપશે.

આ પણ વાંચો…PM મોદીના ખાસ મિત્ર નેતન્યાહૂ સામે કોણે જાહેર કર્યું ધરપકડ વોરંટ? જાણો શું લગાવ્યો આરોપ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button