અભી તો બહોત આગે જાના હૈ………..મોદીએ અમિત શાહને રાજકીય વારસ બનાવવાનો આપ્યો સંકેત ? | મુંબઈ સમાચાર

અભી તો બહોત આગે જાના હૈ………..મોદીએ અમિત શાહને રાજકીય વારસ બનાવવાનો આપ્યો સંકેત ?

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ભારતમાં સૌથી લાંબા સમય સુધી ગૃહ મંત્રી રહેવાની ઉપલબ્ધિની પ્રશંસા કરી હતી. તેમજ તેમણે કહ્યું કે આ તો હજુ શરુઆત છે. હજુ આગળ જવાનું છે. પીએમ મોદીના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા એ જોર પકડ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

પીએમ મોદીનું નિવેદન અનેક રીતે મહત્વનું

એનડીએની બેઠકમાં પીએમ મોદીનું નિવેદન અનેક રીતે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ નિવેદનને માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પ્રશંસા ઉપરાંત પક્ષમાં તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે તેની સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુહ મંત્રી તરીકે 2258 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ ઉપલબ્ધિ પહેલા લાલકૃષ્ણ અડવાણીના નામ પર હતી. જે માર્ચ 1998 થી મે 2004 સુધી ગૃહ મંત્રી તરીકે રહ્યા હતા. જયારે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલ 1218 દિવસ સુધી દેશના ગૃહ મંત્રી તરીકે સેવા આપી હતી.

આપણ વાંચો: નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનારા ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

ગૃહ મંત્રી અમિત શાહના કાર્યકાળમાં મળી અનેક સિદ્ધિઓ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સિદ્ધિઓમાં જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવી, આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવી, ઉગ્રવાદમાં ઘટાડો, આતંકવાદી ભંડોળ પર કડક કાર્યવાહી અને સમાન નાગરિક સંહિતા પર ભાર મૂકવો શામેલ છે.

જયારે ભાજપે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહના કાર્યકાળમાં અનુચ્છેદ 370, આતંકવાદ પર કડક કાર્યવાહી અને આંતરિક સુરક્ષાને મજબૂત કરવા જેવા મહત્વ નિર્ણય લીધા છે.

આ ઉપરાંત એક વરિષ્ઠ ભાજપ નેતાએ મીડિયાને જણાવ્યું કે, પીએમ મોદીનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે પાર્ટીના નેતુત્વ મુદ્દે કોઈ ભ્રમ નથી. તેમજ પીએમ મોદી અને અમિત શાહની જોડી પહેલાની જેમ મજબૂત છે.

યુપીમાં ભાજપને જીતાડવામાં અમિત શાહની મહત્વની ભૂમિકા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 80 માંથી 71 બેઠક જીતાડવામાં અમિત શાહની મહત્વની ભૂમિકા રહી છે. તેની બાદ તે વર્ષ 2014માં રાજનાથ સિંહના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.તેમણે વર્ષ 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પરત સત્તા અપાવી. તેની બાદ અમિત શાહના નેતુત્વમાં અસમ, મણિપુર, અને ત્રિપુરા જેવા રાજ્યોમાં ભાજપનો વિસ્તાર થયો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button