નેશનલ

પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધિત કરી, કહ્યું વિકસિત બિહારનો અર્થ છે યુવાનોને રોજગાર

આરા: બિહારમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. જેમાં તેમણે આજે રોડ શો પણ કર્યો હતો. તેમજ આરામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વિકસિત બિહારનો અર્થ યુવાનોને રોજગાર સાથે જોડાયેલો છે. બિહાર વિકસિત ભારત નો પાયો છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે બિહારના લોકો એનડીએને રેકોર્ડ સંખ્યામાં બેઠકો આપવા જઈ રહ્યા છે અને જંગલ રાજ ને કારમી હારનો સામનો કરવો પડશે.

મહિલા સશક્તિકરણ એનડીએના ઢંઢેરાના મુખ્ય મુદ્દા

આરામાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે એનડીએનો ઢંઢેરો બિહારના ઝડપી વિકાસ માટે સમર્પિત દસ્તાવેજ છે. આ એક પ્રામાણિક અને સ્પષ્ટ વિચારસરણી ધરાવતો ઢંઢેરો છે. જ્યારે જંગલ રાજની હિમાયત કરનારાઓ ખોટા વચનોનો સમૂહ લઈને આવ્યા છે. પરંતુ આ જનતા છે તે બધું જાણે છે. તેમણે કહ્યું કે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેડૂતોના હિતમાં પગલાં અને મહિલા સશક્તિકરણ એનડીએના ઢંઢેરાના મુખ્ય મુદ્દા છે.

કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે

પીએમ મોદીએ કહ્યું, 1.3 કરોડ મહિલાઓને તેમના ખાતામાં 10,000 રૂપિયા મળ્યા છે. બિહારમાં દેશમાં સૌથી વધુ યુવા વસ્તી છે. તેથી અમારો ચૂંટણી ઢંઢેરો યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજ્યમાં એમએસએમઈ અને કુટીર ઉદ્યોગોનું નેટવર્ક વધુ વિસ્તૃત કરવામાં આવશે.બિહાર ટૂંક સમયમાં પૂર્વ ભારતમાં એક મુખ્ય ટેક્સટાઈલ અને પર્યટન કેન્દ્ર બનશે.

ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે અમે પ્રતિબદ્ધ

પીએમ મોદીએ જણાવ્યું કે, બિહારના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે અમે પ્રતિબદ્ધ છે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નાના ખેડૂતોને રૂપિયા 6000 આપ્યા છે. હવે રાજ્ય સરકાર રૂપિયા 3000 ઉમેરશે.

આ પણ વાંચો…..ઓપરેશન સિંદૂર મામલે આર્મી ચીફે મધ્યપ્રદેશમાં આપ્યું મોટું નિવેદન, પીએમ મોદીએ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button