PM મોદીએ શેર કરી વર્ષ 2024ની ખાસ તસવીરો, જાણો કઈ કઈ ઘટનાને મળ્યું સ્થાન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2024ને તસવીરોના માધ્યમથી યાદ કર્યુ છે. તેમણે 2024ની કેટલીક યાદગાર ક્ષણોની તસવીર કેદ કરી છે. જેને તસવીરોના માધ્યમથી પીએમ મોદીની 2024ની યાત્રાનું નામ આપવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી ડૉટ ઈન પર શેર કરવામાં આવેલી તસવીરોમાં પીએમ મોદીને 2024ને યાદગાર પળોની ઝલક નજરે પડે છે. એક તસવીરમાં પીએમ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ટ્રેનમાં પોલેન્ડથી યુક્રેન જતાં જોવા મળી રહ્યા છે.
લોકસભા ચૂંટણીનો કર્યો ઉલ્લેખ એક તસવીર ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની છે. તસવીરો દ્વારા 2024 લોકસભા ચૂંટણીને પણ યાદ કરવામાં આવી છે, જેમાં જીત હાંસલ કરીને પીએમ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. વર્ષ 2024માં દિવાળી પીએમ મોદીએ કચ્છમાં સૈનિકો સાથે મનાવી હતી. એક તસવીરમાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંને યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અંગે જણાવી રહ્યા છે. તેમાં કેટલીક તસવીરો રોચક છે. જેમાં એક ફોટોમાં પીએમ મોદી યુવાઓ સાથે કમ્પ્યુટર પર ગેમ રમતાં નજરે પડી રહ્યા છે.
ગ્લોબલ લીડર્સ સાથે મુલાકાત પીએમ મોદીએ બિલ ગેટ્સ સાથે તેમની મુલાકાતને પણ યાદ કરી હતી. આ ઉપરાંત પોપ ફ્રાંસિસ, વ્લાદિમીર પુતિન, ઝેલેંસ્કી જેવા વૈશ્વિક નેતાઓ સાથેની તસવીર પણ શેર કરી છે. અમેરિકા પ્રવાસ દરમિયાન પીએમ મોદી ક્વાડ શિખર સંમેલનમાં સામેલ થયા હતા. એક તસીવર આ બેઠકની પણ છે. તસવીરમાં પીએમ મોદીએ તેમની વિદેશ યાત્રાઓને પણ કેદ કરી છે. એક ફોટોમાં તેઓ ઇટાલીના પીએમ જૉર્જિયા મેલૉની સાથે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે.