વડાપ્રધાન મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મુલાકાત કરી; વાન્સના દીકરા વિવેકને જન્મદિવસની ભેટ આપી

પેરીસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ ફ્રાન્સની મુલાકાતે છે, ગઈ કાલે મંગળવારે ફ્રાન્સની પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી USAના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને (PM Modi meets J D Vance) મળ્યા હતાં. આ દરમિયાન જેડી વાન્સના ભારતીય મૂળની પત્ની ઉષા અને તેમના પુત્રો હાજર રહ્યા હતાં. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાન્સ પરિવાર સાથેની તેમની મુલાકાતના ફોટો શેર કર્યા છે.
ફોટોમાં વડાપ્રધાન મોદી વાન્સ દંપતીના દીકરા ઇવાન અને વિવેક સાથે જોવા મળે છે. વડાપ્રધાને વિવેકના જન્મદિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી અને તેને ભેટ આપી હતી. જેડી વાન્સે વડપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન પ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને તેના પરિવાર સાથે ખૂબ જ સુંદર મુલાકાત થઈ. અમારી વચ્ચે ઘણા વિષયો પર ખૂબ સારી વાતચીત થઈ. તેમના દીકરા વિવેકના જન્મદિવસની ઉજવણીમાં તેમની સાથે જોડાવાનો આનંદ થયો.”
Also read: PM Modi યુએસ મુલાકાત દરમિયાન ટ્રમ્પને મળશે, Donald Trump કર્યો દાવો
જેડી વાન્સે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું, ‘વડાપ્રધાન મોદી ખૂબ જ દયાળુ છે અને અમારા બાળકોને ભેટો મળી એનો આનંદ છે. આ અદ્ભુત વાતચીત માટે હું તેમનો આભારી છું.’અગાઉ PMO ઇન્ડિયાએ વડા પ્રધાન મોદીની વાન્સ સાથે દ્વિપક્ષીય વાતચીતનો એક વીડિયો શેર કર્યો હતો. સમિટમાં વાન્સના સંબોધન પછી તરત જ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.