ટોપ ન્યૂઝનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ડીપફેકના વધતા જોખમ વચ્ચે આજે વડા પ્રધાન મોદી AI સમિટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: તાજેતરમાં ઘણા સેલિબ્રીટીના વાયરલ થયેલા ડીપફેક વિડીયો અને ફોટોને કારણે આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ડીપફેકના વધતા જતા જોખમને અંગે ત્રણ દિવસીય GP AI સમિટ આજેથી શરૂ થવા જઈ રહી છે. વડા પ્રધાન મોદી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સમાં 30 સભ્ય દેશો ઉપરાંત સાઉદી અરેબિયા પણ ભાગ લઈ રહ્યું છે. તેમની સંમતિ પર જાહેરનામું બહાર પાડવામાં આવશે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સભ્ય દેશો ડીપફેક મુદ્દે સમાન ચિંતા ધરાવે છે. તમામ દેશો AIના વધી રહેલા દુરુપયોગથી ચિંતિત છે અને તેને રોકવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં, અમે આશા રાખીએ છીએ કે બ્રિટનમાં ગ્લોબલ એઆઈ સિક્યોરિટી સમિટમાં બ્લેચલી ઘોષણાપત્રની જેમ આ સમિટમાં પણ સર્વસંમતિથી ઘોષણા જાહેર કરવામાં આવશે.


વૈષ્ણવે કહ્યું કે સરકાર AI પર બહુપક્ષીય, સર્વસંમતિ આધારિત ઘોષણા પર કામ કરી રહી છે. અમે મેનિફેસ્ટો અંગેવાટાઘાટો કરી રહ્યા છીએ. અમને આશા છે કે અમે સર્વસંમતિ પર પહોંચીશું. કારણ કે સભ્ય દેશો પણ તેનો દુરુપયોગ ઘટાડવા માટે વ્યાપક સર્વસંમતિ ઈચ્છે છે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જ્યાં સુધી સરકારનો સવાલ છે, અમે પહેલેથી જ કાયદો લાવવાનું વિચારી રહ્યા છીએ. કાયદો બનાવતા પહેલા કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ સાથે અનેક રાઉન્ડ મીટીંગો યોજાઈ છે. ટૂંક સમયમાં અમે ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button