નેશનલ

વિમાની દુર્ઘટનામાં કોણ ચૂકવે છે વળતર? કેટલું મળે છે વળતર? જાણો અહી…

તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અગાઉ પણ અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. હવે સવાલ એ છે કે આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર કેવી રીતે આપવામાં આવે છે? શું જ્યાં દુર્ઘટના સર્જાય છે ત્યાંની સરકાર મુસાફરોને વળતર આપે છે કે એરલાઇન કંપની? તો ચાલો જાણીએ…

આ પણ વાંચો : Plane Crash Video: દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, 47ના મોત

દુનિયામાં બધી બાબતોને લઈને નિર્ણય છે, જેમ વાહન ચલાવવા માટે ટ્રાફિકના નિયમો છે. તે જ રીતે હવાઈ મુસાફરી માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમોની વાત એટલા માટે કરવી રહી કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં પ્લેન દુર્ઘટનામાં વધારો થયો છે.

ડોમેસ્ટિક ફ્લાઇટ માટે આ નિયમ

ઉડ્ડયન મંત્રાલય ડોમેસ્ટિક ફ્લાઈટ્સનાં સંચાલન સબંધે નિયમો અને કાયદાઓ બનાવે છે. ઉડ્ડયન મંત્રાલયે 2014માં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ હેઠળ, કોઈપણ વિમાન દુર્ઘટનાના કિસ્સામાં, એરલાઇન કંપની મુસાફરોના પરિવારને 20 લાખ રૂપિયા સુધીનું વળતર આપે છે. જોકે, આ નિયમ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે જ લાગુ છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કેટલું વળતર?

પેસેન્જર ચાર્ટર મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્રેશ થાય તો પણ વળતરની આપવાની જોગવાઈ છે. દુર્ઘટનાના કિસ્સામાં મુસાફરોના પરિવારને એરલાઇન કંપની તરફથી 1,13,100 SDR એટલે કે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ મળી શકે છે. અગાઉ આ વળતર 1,00,000 હતું, જે 2016માં ભારતમાં વધારીને 1,13,100 SDR કરવામાં આવ્યું હતું.

આ SDR શું છે?

SDRને તમે ગ્લોબલ કરન્સી કન્વર્ટર સમજી શકો છો. એટલે કે કે SDR 1.41 યુએસ ડોલર બરાબર છે. આ મુજબ, એરલાઇન કંપનીએ અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરોને 1.5 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવું પડશે.

આ પણ વાંચો : Israel ના યમન એરપોર્ટ પરના હુમલામાં WHO ના વડા નો આબાદ બચાવ, શેર કર્યો Video

દરેક ફ્લાઇટનો વિમો

આ ઉપરાંત અન્ય પરિવહન સાધનોની જેમ જ તમામ એરલાઈન્સે તેમની તમામ ફ્લાઈટ્સનો વીમો લેવો જરૂરી છે. કોઈ અકસ્માત થાય તો અહીંથી જ પૈસા આવે છે. કોઈ દુર્ઘટના સર્જાવાનાં કિસ્સામાં વીમા કંપની સંપૂર્ણ વળતર ચૂકવે છે. આ માટે મુસાફરોએ અલગથી કંઈ કરવાની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button