2024ની ચૂંટણી માટે પીકેએ કરી મહત્ત્વની ભવિષ્યવાણી
મુઝફ્ફરપુર: બંગાળની રાજનીતિની ભાજપને 100 સીટ પણ મળવાની નથી એવી ભવિષ્યવાણી કરીને ચર્ચામાં આવનાર જન સૂરજ પદયાત્રાના આર્કિટેક્ટ પ્રશાંત કિશોરે (પી કે) બીજી ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે નીતીશ કુમાર ભલે I.N.D.I.A એલાયન્સમાં રહે પણ તેમની ભૂમિકા ખૂબ જ મર્યાદિત છે. તમારે જ્યાં પણ આ લખવું હોય ત્યાં આ લખી રાખો ધીમે ધીમે નીતીશ કુમારની ભૂમિકા ઓછી થતી જશે અને પછી એ બંધ જ થઇ જશે.
પીકેએ કહ્યું કે બિહારના દૃષ્ટિકોણથી હું એવી ભવિષ્યવાણી કરું છું કે બીજું કંઈ થાય કે ન થાય, પરંતુ જે પાંચ લોકો જેડીયુના સાથે આગામી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તે ક્યારેય જીતી શકશે નહિ કારણ કે નીતીશ કુમારની છબી એટલી ખરડાઇ ગઇ છે કે હવે બિહારમાં જેડીયુનું સંગઠન જેવું કંઇ રહ્યું નથી અને તેમણે લોકોમાં વિશ્વસનીયતા પણ ગુમાવી દીધી છે.
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે બિહારમાં વારંવારના રાજકીય બદલાવને કારણે દરેક ગામમાં લોકો નીતીશ કુમાર પર હસી રહ્યા છે. બિહારના લોકો સમજી ગયા છે કે એક સમયે ગુડ ગવર્નન્સ બાબુ તરીકે જાણીતા નીતીશ કુમારની પ્રાથમિકતા આજે કોઇ પણ રીતે મુખ્ય પ્રધાન બનવાની જ છે. ત્યારે નીતીશ કુમાર અને જેડીયુની ચિંતા એ હોવી જોઈએ કે લોકસભા ચૂંટણી પછી તેમની પાર્ટી ટકશે કે નહીં.
પ્રશાંત કિશોરે કહ્યું કે તમે બધા જે સ્તરની વાત કરો છો તે આ ગઠબંધનના પહોંચની બહાર છે. નોંધનીય છે કે 2024ની લોકસભાની ચૂંટણીને આડે બહુ ઓછો સમય બાકી રહ્યા છે.